રાજકોટનું ગૌરવ:‘નેશનલ ટીચર એવોર્ડ’ માટે વનિતાબેન રાઠોડની પસંદગી, રાષ્ટ્રપતિના હસ્તે શિક્ષક દિન પર અપાશે એવોર્ડ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વનિતાબેન રાઠોડની તસવીર - Divya Bhaskar
વનિતાબેન રાઠોડની તસવીર

શિક્ષણ મંત્રાલય દ્વારા નેશનલ ટીચર અવોર્ડ 2021 માટે પસંદગી પામેલા 44 શિક્ષકનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. જેમાં રાજકોટની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિનોબા ભાવે શાળાના આચાર્યા વનિતાબેન રાઠોડની પસંદગી કરવામાં આવી. તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે 5 સપ્ટેમ્બર 2021ના રોજ શિક્ષક દિન નિમિત્તે એવોર્ડ અપાશે.

આ શાળામાં વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર પર ભણાવવામાં આવે છે, ગમ્મતની સાથે જ્ઞાન આપવામાં આવે છે, લોકડાઉનમાં 450 થી વધુ યૂ-ટ્યૂબ વીડિયો જેવા કે બાળવાર્તા, વૈદિક ગણિત, જનરલ નોલેજ અને દિન વિશેષ અંગે બનાવી બાળકો સુધી પહોંચાડવામાં આવ્યા. લાઈબ્રેરીના પુસ્તકો વિદ્યાર્થીઓના ઘરે પહોંચાડી બાળકોની સર્જનાત્મક પ્રવૃત્તિ ચાલુ રખાવી. વર્ષ 2012માં આવ્યા ત્યારે 300 વિદ્યાર્થીઓ ભણતા હતા જે વર્ષ 2021માં વિદ્યાર્થીઓની સંખ્યા 850 પર પહોચી છે.

લોકભાગીદારી ક્ષેત્રે ઉમદા કામગીરી રહી
લોકભાગીદારી અને લોકસાહિત્ય ક્ષેત્રે ઉમદા કામગીરી રહી. વર્ષ 2020માં 3 ફિલ્મ રાષ્ટ્રીય કક્ષાએ નોમિનેશન થઈ. શાળામાં 3 સ્માર્ટરૂમ ઉપરાંત સેનેટરી પેડનું વેન્ડિંગ મશીન પણ ઉપલબ્ધ છે.- વનિતાબેન રાઠોડ, આચાર્યા, વિનોબા ભાવે શાળા.

શાળાએ ભણવા માટે પ્રેરણા મળી
વનિતા મેડમ આવ્યા ત્યારથી અમને શાળાએ આવવાનું મન થાય છે. ઉપરાંત પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમ કરાવે છે તેમજ અમને નવું-નવું શીખવાની પ્રેરણા મળે છે. - જય વામજા, વિદ્યાર્થી

અન્ય સમાચારો પણ છે...