પિતાની વેદના:'મેં ધ્યાન ન રાખ્યું'ને વ્હાલસોયીએ જીવ ગુમાવ્યો', રાજકોટમાં પૂર્વ પ્રેમીનાં ત્રાસથી યુવતીનો આપઘાત,પરિવારનું હૈયાફાટ રુદન

રાજકોટ3 મહિનો પહેલા
મૃતકના પિતા - Divya Bhaskar
મૃતકના પિતા
  • 'મને આપઘાત માટે સુનિલ કુકડીયાએ મજબુર કરી છે' લખી યુવતીએ જિંદગી ટૂંકાવી
  • પિતાની ફરિયાદ પરથી સુનિલ સામે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ

રાજકોટમાં પૂર્વ પ્રેમીનાં ત્રાસથી યુવતીએ આપઘાત કર્યો હતો. આ અંગે યુવતીના પિતાએ પોતાની વેદના ઠાલવતા મીડિયાને જણાવ્યું હતું કે,સુનિલ રોજ મારી દીકરીને હેરાન કરતો હતો. ફોન કરીને ધમકાવતો હતી પણ મારી દીકરી મને કહી ન શકી. સુનિલથી કંટાળી અગાઉ પણ એક પરિવારે ઘર છોડ્યું હતું. એ સમયે સુનિલ અને તેના મિત્રો પરિવારને મારવા આવ્યાં હતાં દીકરી જો તકલીફમાં હોય તો પિતાને જાણ કરે અને સમયે પિતાએ પણ દીકરીની કાળજી લેવી જોઈએ. માતા-પિતાએ દીકરીનું ધ્યાન રાખવું જરૂરી છે.મેં ધ્યાન ન રાખ્યું'ને મારી વ્હાલસોયીએ જીવ ગુમાવ્યો છે. હવે મને ન્યાય આપો'. આ ઘટનાને પગલે પરિવારનો પણ શોકમાં ગરકાવ થયો હતો.

મૃતકની ફાઈલ તસવીર
મૃતકની ફાઈલ તસવીર

રૂમમાં જ યુવતીનો આપઘાત
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, હરસિદ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી નામની યુવતીએ ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની જાણ થતાં યુનિવર્સિટી પોલીસના ઇકબાલભાઈ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તપાસ કરતા દિપાલીના માતા-પિતા પ્રસંગમાં ગયા હતા જેથી પરિણીત બહેન અને તેનો ભાઈ ઘરે હતા. ત્યારે દિપાલીએ રૂમમાં જઇ આપઘાત કરી લીધો હતો. દિપાલી બે ભાઈ બે બહેનમાં બીજા નંબરની બહેન હતી. તેણે કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે.

પરિવારનો શોકમાં ગરકાવ થયો
પરિવારનો શોકમાં ગરકાવ થયો
સ્યુસાઇડ નોટ
સ્યુસાઇડ નોટ

આપઘાતની ફરજ હેઠળ ગુન્હો નોંધાયો
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે તપાસ કરતા યુવતીએ તેના જ વિસ્તારમાં રહેતા પૂર્વ પ્રેમીએ ત્રાસ આપી માર માર્યો હતો અને માતા પિતાને પણ ગાળો આપતા આપઘાત કરી લીધાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં યુવતીએ લખ્યું હતું કે, 'મને આપઘાત માટે મજબૂર કરનાર સુનિલ કુકડીયા છે. તેણે મારા માતા-પિતાને ગાળો આપી હતી અને મારી સાથે મારપીટ પણ કરી છે. સોરી પપ્પા'. આરોપી યુવકના એક દિવસ પહેલા જ લગ્ન થયા હતા. મૃતકનો મોબાઈલ કબજે લઈ મૃતકના પિતાની ફરિયાદ પરથી યુવક સામે આપઘાતની ફરજ હેઠળ ગુન્હો નોંધાયો હતો.

યુવતીના આપઘાતને પગલે પરીવારજનો દુઃખી થયા હતા
યુવતીના આપઘાતને પગલે પરીવારજનો દુઃખી થયા હતા

પૂર્વ પ્રેમી સામે પોલીસે નોંધી ફરિયાદ
બનાવ મામલે પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે, દિપાલી અને સુનિલને પ્રેમસબંધ હતો ત્યારબાદ સુનિલનું સગપણ પાટણવાવ સ્થિત રહેતી યુવતી સાથે નક્કી થઈ જતા આ સંબંધનો અંત આવ્યો હતો. આમ છતાં સુનિલ અવારનવાર દિપાલીને ફોન કરતો હતો અને સબંધ રાખવા દબાણ કરતો હતો. આ બનાવમાં દીપાલીના પિતાની ફરિયાદ પરથી તેના જ વિસ્તારમાં રહેતા સુનિલ કુકડીયા(પ્રજાપતિ)સામે ફરિયાદ નોંધાવતા કલમ 306 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

પિતા અને પરીવારજનોએ ન્યાયની માંગ કરી
પિતા અને પરીવારજનોએ ન્યાયની માંગ કરી