લોકડાઉન:સૌ. યુનિ.ના વિદ્યાર્થીઓને 25 દિવસ સુધી મોરારિ બાપુ, માયાભાઇ આહિર સહિત ખ્યાતનામ સાહિત્યકાર વ્યાખ્યાનમાળા આપશે

રાજકોટએક વર્ષ પહેલા
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આનંદનું ઓપન માઇક કાર્યક્રમનું આયોજન કર્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે અનોખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યિં છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ અને ફેસબુક પેજ પર ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર, ગાયક, કથાકાર સહિતના કલાકારો જ્ઞાન આપશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આનંદનું ઓપન માઇક કાર્યક્રમનું આયોજન કર્યું છે. લોકડાઉન દરમિયાન 25 દિવસ સુધી વિદ્યાર્થીઓ  માટે વ્યાખ્યાનમાળા ચાલશે. મોરારિબાપુ, ભાઇશ્રી રમેશ ઓઝા, સાઇરામ દવે, માયાભાઇ આહિર, જગદીશ ત્રિવેદી, કાજલ ઓઝા વૈદ્ય,જય વસાવડા, આરજે દેવકી સહિતના કલાકારો જોડાશે.

NSUIએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ કાર્યક્રમને ફિયાસ્કો ગણાવ્યો

જો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હોવાનો આક્ષેપ એનએસયુઆઇ દ્વારા કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના 1 હજાર કર્મચારીઓ, 300 કોલેજોના 4 હજાર પ્રોફેસર છે. તેમજ 2 લાખ વિદ્યાર્થીઓ છે આમ છતાં યુનિવર્સિટીના કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે. આ કાર્યક્રમમાં માત્ર 600 લોકો પણ જોડાતા નથી.

અન્ય સમાચારો પણ છે...