મતદાન:રાજકોટમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇએ મત આપ્યો, કહ્યું- યુવાનોને ટિકિટ આપી તે સારૂ, વિધાનસભા-લોકસભાના બંધારણમાં ઉંમર નક્કી થવી જોઇએ

રાજકોટએક વર્ષ પહેલા
રાજકોટમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ મતદાન કર્યુ.
  • શહેર ભાજપ પ્રમુખે કમળના નિશાનવાળા માસ્ક સાથે મતદાન કરતા આચારસંહિતાનો ભંગ
  • રાજ્યસભાના ઉમેદવાર રામભાઇ માકરિયાએ મત આપી કહ્યું- ભાજપનો વિજય નિશ્ચિત

રાજકોટ મનપાની ચૂંટણીમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે કર્ણાટકના રાજ્યપાલ અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય વજુભાઇ વાળાએ હરિહર હોલમાં પોતાનો મત આપવા માટે પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ વજુભાઇએ જણાવ્યું હતું કે, યુવાનોને ટિકિટ આપવામાં આવી તે એક સારૂ કાર્ય છે. વિધાનસભા અને લોકસભાના બંધારણમાં પણ ઉંમર નક્કી થવી જોઇએ. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કમળના નિશાનવાળા માસ્ક સાથે મતદાન કરતા આચારસંહિતાનો ભંગ થયો છે.

કમળના નિશાનવાળુ માસ્ક પહેરી શહેર ભાજપ પ્રમુખે મતદાન કર્યુ
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ વોર્ડ નં.9માં પરિવાર સાથે મતદાન કર્યુ હતું. મતદાન કરતા સમયે કમલેશ મિરાણીએ આચારસંહિતાનો ભંગ કર્યો હતો. કમલેશ મિરાણીએ ચહેરા પર ભાજપના નિશાન કમળવાળું માસ્ક પહેરી મતદાન કર્યુ હતું.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કમળના નિશાનવાળું માસ્ક પહેરી મતદાન કર્યુ.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કમળના નિશાનવાળું માસ્ક પહેરી મતદાન કર્યુ.

વજુભાઇ વાળાએ રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટ મનપાથી કરી હતી
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટ મનપામાંથી કરી હતી. આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વજુભાઇ વાળાએ મતદાન કર્યુ હતું. તેઓએ મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે, સારૂ કર્યુ કે આ વખતે યુવાનોને ટિકિટ આપવામાં આવી છે. વિધાનસભાના અને લોકસભામાં પણ બંધારણમાં વર્ષ નક્કી કરવા જોઇએ.

ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં 60 વર્ષથી ઉપરનાને ટિકિટ ન આપવા નિર્ણય લેવાયો હતો
1થી 3 ફેબ્રુઆરી દરમિયાન 6 મહાનગર પાલિકાના ઉમેદવારો નક્કી કરવા માટે ગુજરાત ભાજપની ત્રણ દિવસની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં અને પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં આગેવાનોના સંબંધીઓને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો હતો. પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ પાટીલે કહ્યું હતું કે પાર્લમેન્ટરી બોર્ડમાં ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે કે 60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટિકિટ આપવી નહીં, જેમની 3 ટર્મ પૂરી થઇ ગઇ હોય તેમને ટિકિટ નહીં આપવી અને આગેવાનોનાં સગાં-સંબંધીઓને ટિકિટ આપવી નહીં.

રાજ્યસભાના ઉમેદવાર રામભાઇ મોકરિયાએ મતદાન કર્યુ.
રાજ્યસભાના ઉમેદવાર રામભાઇ મોકરિયાએ મતદાન કર્યુ.

રાજ્યસભાના ઉમેદવારે મતદાન કર્યુ
રાજ્યસભાના ઉમેદવાર રામભાઇ મોકરિયાએ પણ જનકલ્યાણ હોલ ખાતે મતદાન કર્યુ હતું. રામભાઇએ પરિવાર સાથે મતદાન કર્યુ હતું. મતદાન કર્યા પછી રામભાઇએ ભાજપનો વિજય નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, સસ્તા ભાવે લોકોને સરકાર ઘરના ઘર અપાવી રહી છે. વિકાસના કાર્યો કરવામાં રાજ્ય સરકાર દ્વારા કોઇ કચાશ રાખવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...