જામીન નામંજૂર:લાંચ કેસમાં વાડીનાર સરપંચના ડોક્ટર પતિના જામીન નામંજૂર, રાજકોટની હોટેલમાં દોઢ લાખ લેતા પકડ્યા’તા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ગામના સરપંચ તરીકે હસીનાબેન ચૂંટાયાના બીજા જ દિવસે દાંતના ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા પતિ ડો.અબ્બાસે વાડીનારમાં આઇઓસીની મિલકત ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવનાર મુંબઇના કોન્ટ્રાક્ટરને કામ પૂરું કરવું હોય તો રૂ.4 લાખ આપવા પડશેની લાંચની માગણી કરી હતી.

દરમિયાન કામમાં વિઘ્ન આવતા કોન્ટ્રાક્ટર મહિલા સરપંચના પતિની વાતથી સહમત થઇ બે મોંઘા મોબાઇલ, ઘરવખરીની ચીજવસ્તુઓ તેમજ રોકડા રૂ.50 હજાર આપ્યા હતા. બાદમાં બાકીની દોઢ લાખની રકમ રાજકોટની સરોવર પોર્ટિકો હોટેલમાં દેવા આવવાનું ડો.અબ્બાસે કોન્ટ્રાક્ટરને કહ્યું હતું. જેથી કોન્ટ્રાક્ટરે એસીબીને જાણ કરતા રાજકોટની હોટેલમાં છટકું ગોઠવી ડો.અબ્બાસને લાંચની રકમ લેતા રંગે હાથ પકડી પાડ્યા હતા.

ધરપકડ બાદ જેલહવાલે થયેલા ડો.અબ્બાસે જામીન અરજી કરી હતી. જે અરજીનો જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ વિરોધ કરી પત્ની સરપંચ બન્યાના બીજા જ દિવસે આરોપી પોતે જ સરપંચ હોવાનું જણાવી લાંચ માગી હતી. તેમજ આરોપી રાજકીય હોય નિ:શંકપણે શાહેદોને ફોડવા તેમજ પુરાવાઓ સાથે ચેડાં કરવાની સંભાવના હોય જામીન પર ન છોડવા રજૂઆત કરી હતી. જેને ધ્યાને રાખી અદાલતે આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...