તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના અને લોકડાઉનને કારણે 6 મહિનાથી બંધ પડેલ ઈમિટેશન ઉદ્યોગમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખરીદી નીકળી છે. જેને કારણે માર્કેટમાં ડેડ સ્ટોક હતો તે સાવ ખલાસ થઈ ગયો છે. કોરોના પછી ઇમિટેશન માર્કેટમાં ઉત્પાદનથી લઇને ખરીદીમાં પરિવર્તન આવ્યું છે. હાલમાં વેક્યૂમ કાસ્ટિંગ, લેઝર પ્રિન્ટિંગથી ઉત્પાદન થતા રાજકોટ ચાઈનાની મોનોપોલી તોડીને આત્મનિર્ભર બન્યું છે. પરિણામે ગલ્ફ, આફ્રિકન કન્ટ્રી અને બાંગ્લાદેશ, નેપાળમાંથી સૌથી વધુ ખરીદી છે. આ સિવાય પહેલા દુકાનમાં રૂબરૂ જઇને જે ખરીદી કરાતી હતી તે હવે ડિજિટલ અને ફોટોગ્રાફીની મદદથી થઈ રહી છે. ખરીદી 3 ગણી વધવાને કારણે પહેલાની સરખામણીએ રોજગારી પણ વધી છે.
ઈમિટેશન માર્કેટ એસોસિએશનના પ્રમુખ જિગ્નેશભાઈ શાહના જણાવ્યાનુસાર આજથી પાંચ વર્ષ પછી માર્કેટમાં રહેલા ડેડ સ્ટોક ખાલી થયા છે. જેનું મુખ્ય કારણ એ છે કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાઈનાથી કોઈ ખરીદી કરતું નથી. જેને કારણે એ બધા ઓર્ડર રાજકોટને મળી રહ્યા છે. જ્યારે લગ્નપ્રસંગમાં પહેલા કરતા વધુ માણસોની છૂટછાટ મળી રહી છે. મુંબઈની માર્કેટ હજુ શરૂ થઇ નથી જેને કારણે ડોમેસ્ટિક ખરીદી નીકળી છે.
ઓર્ડરની સંખ્યા વધુ હોવાથી માણસો ઓછા પડતા હોવાથી હવે મશીન અને ટેક્નોલોજીનો વપરાશ વધ્યો છે. ઉપલોકાંઠો ઈમિટેશન માર્કેટનું હબ છે. અને તેને લઘુ ઉદ્યોગનો દરજ્જો આપીને એક જીઆઈડીસી ફાળવવામાં આવે અને ટેક્સમાં રાહત આપવામાં આવે તો આ માર્કેટની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં વર્ચસ્વ વધવાની સંભાવના વધી શકે છે.
કોરોના બાદ વેપાર પદ્ધતિની સાથે રકમની ચૂકવણીમાં ફેરફાર આવ્યો છે. વેપારીઓએ ક્રેડિટ લિમિટ ઓછી કરી નાખી છે. કોરોના પહેલા આ ક્રેડિટ લિમિટ 90 દિવસની હતી તેના બદલે હવે માત્ર 30 દિવસની આપવા લાગ્યા છે. જ્યારે બહારના વેપારીઓ ખરીદી માટે રૂબરૂ આવતા હતા તે હવે ઓનલાઈન ફોટો, નમૂના મગાવી રહ્યા છે અને ઓર્ડર પણ ઓનલાઈન આપી રહ્યા છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.