તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Vaccines To Be Given In 4 Phases In The State: Corona Vaccine Announced In Rupani, Rajkot: Sick People Below 50 Years Will Be Given In The Fourth Phase

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની રસી અંગે જાહેરાત:રાજ્યમાં 4 તબક્કામાં વેક્સિન અપાશે : રૂપાણી, રાજકોટમાં કોરોનાની રસી અંગે જાહેરાત: ચોથા તબક્કામાં 50 વર્ષથી નાના બીમાર લોકોને અપાશે

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

દેશમાં વેક્સિન ઝડપથી આવી રહી છે તેવા સંકેત મળી રહ્યા છે ત્યારે ગુજરાતમાં કોલ્ડ ચેઈન તેમજ લાભાર્થીઓની યાદી બનાવાઈ છે. રાજકોટમાં ખાનગી કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ચાર તબક્કામાં રસી અપાશે તેવી મહત્ત્વની જાહેરાત કરી છે.વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ‘વડાપ્રધાન થોડા જ સપ્તાહોમાં વેક્સિન લાવવા માટે સતત પ્રયત્નશીલ છે ગુજરાતે વેક્સિન માટે પૂરી તૈયારી કરી લીધી છે. સ્ટોરેજ ફેસિલિટી હોય કે કોલ્ડ ચેઈન બધું જ તૈયાર છે. જેને વેક્સિન આપવાની છે તેનો પણ ડેટા છે. આ વેક્સિન ચાર તબક્કામાં અપાશે. સૌથી પહેલા હેલ્થ વર્કર જેવા કે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને અપાશે.

બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન પર કામ કરતા કોરોના વોરિયરને અપાશે. ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુની વય ધરાવતા લોકોને વેક્સિન અપાશે અને ચોથા તબક્કામાં 50 વર્ષથી નાના પણ ગંભીર રોગ ધરાવતા લોકોને વેક્સિન અપાઈ જશે. આ રીતે તમામ રીતે આયોજન થઈ ચૂક્યું છે. વેક્સિન આવી જતા કોરોનાનું લાંબુ નહીં ચાલે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો