શાળાઓમાં વેક્સિનોત્સવ:ત્રીજી લહેરને રોકવા ત્રીજી પેઢીએ લીધી રસી

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરની અમુક સ્કૂલમાં ઈન્જેકશનનો ડર લાગતા બાળકીઓ રડી પડી હતી. જો કે, તેને સમજાવતા રસી લેવા તૈયાર થઈ હતી. - Divya Bhaskar
શહેરની અમુક સ્કૂલમાં ઈન્જેકશનનો ડર લાગતા બાળકીઓ રડી પડી હતી. જો કે, તેને સમજાવતા રસી લેવા તૈયાર થઈ હતી.
  • કોઈ બાળકે હસતા તો કોઈએ રડતા રસી લીધી, અમુકે માતાનો હાથ પકડ્યો, કેટલાક કાઉન્સેલિંગ બાદ માન્યા
  • રાજકોટજિલ્લામાં પ્રથમ દિવસે જ 38 હજાર બાળકને સ્કૂલમાં જ વેક્સિન અપાઈ: સપ્તાહમાં જ 100% વેક્સિનેશનનો ટાર્ગેટ
  • જિલ્લામાં સૌથી પહેલો વેક્સિનનો ડોઝ જસદણના વિદ્યાર્થીએ લીધો
  • વિદ્યાર્થિની વેક્સિન લેવા તૈયાર ન હતી, શિક્ષકે કાઉન્સેલિંગ કર્યું
  • ​​​​​​​રસી લીધા પછી વિદ્યાર્થીઓને 40 મિનિટ સ્કૂલમાં જ બેસાડી રાખ્યા
  • ​​​​​​​આજે પણ 30 હજારથી વધુ વિદ્યાર્થીને રસી અપાશે

રાજકોટ સહિત રાજ્યભરમાં સોમવારથી 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને શાળાઓમાં જ વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સોમવારે સવારથી જ બાળકોમાં વેક્સિન લેવાનો ઉત્સાહ હતો. 18 વર્ષના થયા બાદ જેમ પ્રથમ વખત મતદાન કરતી વખતે યુવાનોમાં જે ઉત્સાહ જોવા મળે છે એવો જ ઉત્સાહ અને વિદ્યાર્થીઓની લાંબી લાઈન સ્કૂલની બહાર જોવા મળી હતી.

શાળાઓમાં વેક્સિનોત્સવના માહોલ વચ્ચે પ્રથમ દિવસે જ શહેર અને જિલ્લાના કુલ 38 હજાર બાળકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. કેટલાક બાળકો એકલા તો કેટલાક વાલીઓ સાથે રસી લેવા આવ્યા હતા. પ્રથમ વખત રસી લઇ રહેલા બાળકો પૈકી કેટલાકે હસતા-હસતા તો કેટલાકે રડતા-રડતા રસી લીધી હતી, કેટલાક વિદ્યાર્થીઓએ ડરને કારણે માતાનો હાથ પકડીને તો કેટલાકનું કાઉન્સેલિંગ કર્યા બાદ રસી લીધી હતી. રાજકોટ શહેર અને જિલ્લાના 15થી 18 વર્ષના તમામ વિદ્યાર્થીઓને આગામી એક સપ્તાહમાં જ રસી આપી 100 ટકા બાળકોને વેક્સિનેટ કરવાનો લક્ષ્યાંક રખાયો છે.

રાજકોટમાં મહિનાનું સૌથી વધુ રસીકરણ : શહેરમાં 14300 અને ગ્રામ્યમાં 24441 વિદ્યાર્થીને રસી અપાઈ
રાજકોટ શહેરમાં દૈનિક 17000નો ટાર્ગેટ અપાયો હતો જે માટે મનપાએ 71 સ્કૂલમાં રસીકરણનું આયોજન કર્યું હતું જે પૈકી 14300ને રસી અપાઈ છે. મંગળવારે 67 શાળામાં રસીકરણ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં દૈનિક 30,000ના લક્ષ્યાંક સામે 24441 સહિત કુલ 38741ને બાળકોને રસી અપાઈ છે. વિદ્યાર્થીઓનું વેક્સિનેશન થતા શહેરમાં એક જ દિવસમાં મહિનામાં સૌથી વધુ 20556ને રસી અપાઇ હતી.

વિદ્યાર્થિનીએ કહ્યું, ‘મારા પપ્પાએ પણ રસી લીધી હોત તો આજે અમારી સાથે હોત! ’
વિદ્યાર્થીઓને જ્યારે વેક્સિન આપવામાં આવી રહી હતી ત્યારે એક વિદ્યાર્થિની પૂજા સોલંકી વેક્સિન લેવા સમયે તેના પિતાને યાદ કરી ભાવુક થઇ ગઈ હતી અને કહ્યું હતું કે, મારા પપ્પા કોરોના મહામારી દરમિયાન સંક્રમિત થયા હતા. 15 દિવસ સુધી હોસ્પિટલમાં સારવારના અંતે તેમનું અવસાન થયું હતું, પરંતુ જો મારા પપ્પાએ પણ વેક્સિન લીધી હોત તો તેઓ આજે હયાત હોત, અમારી સાથે હોત. સૌ વિદ્યાર્થીઓને વેક્સિન લેવા અનુરોધ કર્યો હતો. દરેકે વેક્સિન ફરજિયાત લેવી જોઈએ.

શહેરની આ શાળામાં વધુ વેક્સિનેશન

સ્કૂલડોઝ
1) મહાત્મા ગાંધી સ્કૂલ નાનામવા રોડ990
2) ભૂષણ સ્કૂલ964
3) એસ.વી. વિરાણી સ્કૂલ746
4) એસકેપી સ્કૂલ720
5) બારદાનવાલા કન્યા વિદ્યાલય532
6) શાળા નં. 20 બી યુનિટ-1520
7) કાંતા માધ્યમિક શાળા513
8) કે. જે.કોટેચા ગર્લ્સ સ્કૂલ480
9) યુનિવર્સલ હાઈસ્કૂલ393
10) શાળા નં. 20બી યુનિટ-2351

​​​​​​​

જિલ્લાની શાળામાં થયેલું રસીકરણ

સ્કૂલડોઝ
1) રોયલ સ્કૂલ ધોરાજી યુનિટ-1804
2) ઈશ્વરિયા સ્કૂલ પડધરી793
3) આસ્થા સ્કૂલ જસદણ610
4) વેરાવળ સ્કૂલ566
5) ગંગોત્રી સ્કૂલ ગોંડલ566
6) કન્યા છાત્રાલય જામકંડોરણા502
7) ખામટા શાળા495
8) ખંભાળા પ્રાથમિક શાળા430
9) સ્વા. ગુરુકુળ ગોંડલ423
10) રોયલ ગર્લ્સ સ્કૂલ યુનિટ-2398
અન્ય સમાચારો પણ છે...