તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિન:વીજળી વગર 55 કલાક સુધી રસી સચવાશે, નવા ફ્રીઝ ઈન્સ્ટોલ કરાયા, 2 થી 8 ડિગ્રીએ રાખી શકાશે

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

સૌરાષ્ટ્રના અલગ અલગ મથકોએ રસી સાચવવા માટે 25 આઈસ લાઈન રેફ્રિજરેટર મોકલવામાં આવ્યા છે. આ ફ્રીઝની ખાસિયત એ છે કે તેમાં વીજળી વગર 55 કલાક સુધી રસી 2 થી 8 ડિગ્રી સેલ્શિયસના તાપમાન વચ્ચે રહી શકે છે. સૌરાષ્ટ્રને 25 આઈએલઆર ફાળવવામાં આવ્યા છે જે સેન્ટ્રલ વેક્સિન સ્ટોરમાં પહોંચ્યા છે. આ આઈએલઆરમાંથી રાજકોટ મનપા, જિલ્લા પંચાયત, મોરબી, દ્વારકા સહિતના જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓને 22 મોકલવામાં આવશે, જ્યારે 3 સેન્ટ્રલ વેક્સિન સ્ટોરમાં જ રહેશે. જે જૂના આઇસ લાઇન રેફ્રિજરેટર છે તેમાં જો પાવર કટ થાય તો રસીને માફક આવે તેટલું 2થી 8 ડિગ્રી સેલ્શિયસ તાપમાન 10 કલાક સુધી રહે છે.

આઈએલઆરમાં પહેલા પાણી ભરાય છે જે 100થી 130 લિટર જેટલું હોય છે અને તે એક જગ્યાએ એકઠું થવાને બદલે ફ્રીઝની ત્રણેય બાજુ પર જાય છે. ત્યારબાદ સતત 2 દિવસ સુધી ફ્રીઝ ચાલુ રખાય છે જેનાથી પાણી થીજીને બરફની દીવાલ બનાવી નાખે છે અને તેની આગળ કૂલિંગ કોઈલ હોય છે જે બરફને આઈસોલેશનમાં રાખવા ઉપરાંત તાપમાનને જરૂરિયાત મુજબ 2થી 8 ડિગ્રી સેલ્શિયસની વચ્ચે રાખે છે. જ્યારે પાવર કટ થાય ત્યારે બરફની દીવાલનો ઉપયોગ કરી તાપમાન જળવાય છે.

વેક્સિનેશનના ડ્રાય રન માટે ટ્રેનિંગ અપાઈ
રાજકોટમાં કોરોનાની વેક્સિનેશનનું ડ્રાય રન છે એટલે કે જે રીતે વેક્સિન આપવાની છે તે અગાઉથી પ્રોટોકોલને અનુસરીને જો કોઇ ખામી રહી ગઈ હોય તો તેનું સમાધાન માટે મંગળવારે મોકડ્રિલ થશે. આ માટે જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ રાજકોટ મનપાની આરોગ્યની ટીમને શનિવારે વેક્સિનેશન માટે મેસેજ મોકલવાથી માંડી ઓબ્ઝર્વેશન રૂમ સુધીની તાલીમ અપાઈ હતી. સોમવારે વેક્સિન બૂથની તૈયારી અને મંગળવારે ડ્રાય રન થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો