રસીકરણ બાકી:ગામડાં માટે રસીનો જથ્થો પૂરતો પણ લોકો નિરુત્સાહ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તંત્રે કહ્યું હજુ 5.50 લાખનું રસીકરણ બાકી
  • રાજકોટ જિલ્લામાં 1.60 લાખે ડોઝ લીધો

સરકાર દ્વારા 18થી 59 વય જૂથમાં પ્રિકોશન ડોઝ ફ્રીમાં આપવાની જાહેરાત કરતા જ રાજકોટ જિલ્લાના કેન્દ્રોમાં મફત રસીને લઇને લોકોની લાંબી કતારો લાગતા એક તબક્કે ડોઝ ખૂટી પડ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ હોય તે રીતે તંત્ર પાસે પ્રિકોશનનો ડોઝ પૂરતો છે પરંતુ હવે વેક્સિન લેનારા નથી આવી રહ્યા તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

આરોગ્ય તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 160થી વધુ કેન્દ્રોમાં રસીકરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જિલ્લામાં અંદાજે સાત લાખ લોકોને પ્રિકોશન ડોઝ બાકી હતો તે પૈકી અત્યાર સુધીમાં 1.60 લાખ લોકોએ ડોઝ લઇ લીધો છે, જે ગણતરી મુજબ અંદાજે સાડા પાંચ લાખથી વધુ લોકોને ડોઝ લેવાનો બાકી છે.

સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે બે દિવસ પહેલા આશરે બે લાખથી પણ ‌વધારે વેક્સિનના ડોઝ સપ્લાઇ કરાયા છે, દરમિયાન હજુ પણ તેટલા જ ડોઝ ત્રણેક દિવસમાં આવી પહોંચશે. પ્રવર્તમાન સ્થિતિએ પ્રિકોશન ડોઝ માટે વેક્સિનની અછત નથી. જ્યારે મફતમાં રસી આપવાની જાહેરાત થઇ ત્યારે લોકોને ડોઝ ખૂટી પડશે, તેવો ડર હોવાથી શરૂઆતના ગાળામાં સેન્ટર પર રસી લેનારાઓનો ખૂબ જ ધસારો જોવા મળ્યો હતો, પરંતુ હાલ જાણે લોકોનો રસી લેવાનો ઉત્સાહ મંદ પડી ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...