તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામું:જિલ્લામાં વેપાર અને ધંધો કરવો હોય તો વેક્સિન અથવા રિપોર્ટ ફરજિયાત

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટરનું જાહેરનામું, મનપા આજે વિચારશે
  • નેગેટિવ રિપોર્ટ કે રસી વગર ધંધો ચાલુ હશે તો થશે પોલીસ ફરિયાદ

ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તાર માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને 9 પ્રકારના ધંધા વ્યવસાય સ્થળે 10 દિવસ કરતા જૂનો ન હોય તેવો કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત રાખવો પડશે. જે લોકોએ વેક્સિન લીધી હશે તેઓને રિપોર્ટની જરૂર નહીં પડે પણ વેક્સિન સર્ટિફિકેટ સાથે રાખવું પડશે. આ જાહેરનામાનો ભંગ થશે તો પોલીસ ફરિયાદ થશે. અધિક જિલ્લા કલેક્ટર પરિમલ પંડ્યાના જણાવ્યા મુજબ વેક્સિનેશનને વેગ મળે તે માટે લેવાયો છે. સુપર સ્પ્રેડર્સ દર 10 દિવસે રિપોર્ટ કરાવે તેના કરતા રસી જ લઈ લેવાનું પસંદ કરશે.

શાકભાજીના વેપારી, હોટેલ, રેસ્ટોરન્ટના કર્મચારી, લારી-ગલ્લા વાળા, રિક્ષા, ટેક્સી, ભાડે ફરતા વાહનોના ડ્રાઈવર અને ક્લીનર, ચા-પાનની દુકાન હેર સલૂન, બ્યુટીપાર્લર, સિક્યુરિટી ગાર્ડ, કારીગરો જેવા કે સુથાર, લુહાર, ઈલેક્ટ્રિશિયન, શોપિંગ મોલ, શોપિંગ કોમ્પ્લેક્સના તમામ માં વેચાણ વિતરણ કરતા તમામને જાહેરનામું લાગુ પડશે.

આ વિચાર સાબરકાંઠાનો
રાજ્યમાં દાહોદ અને સાબરકાંઠામાં સૌથી વધુ વેક્સિનેશન થયું છે. ત્યાં થયેલા અનેક પ્રયત્નો પૈકી છૂટક વેપારી અને વ્યવસાયિકો માટે બહાર પાડેલું જાહેરનામું પણ અસરકારક હતું જેમાં નેગેટિવ રિપોર્ટ અથવા વેક્સિન ફરજિયાત હતી. દર 10 દિવસે રિપોર્ટ કરાવવા કરતા એક જ વખતમાં વેક્સિન લેવાનો વિકલ્પ લોકોએ પસંદ કરતા સંખ્યા વધી હતી. તે જાહેરનામાના આધારે જ રાજકોટનું જાહેરનામું તૈયાર કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...