• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Vaccine Certificate Not Mandatory In Public Places For Vaccination Of 95 Per Cent People In Rajkot: Manpa's 'Titodo' For Navratri, Waiting For Notification From Above

મનપાનો ‘ટીટોડો’:રાજકોટમાં 95 ટકા લોકોને રસી માટે જાહેર સ્થળોએ વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત નહીં : નવરાત્રિ માટે મનપાનો ‘ટીટોડો’, ઉપરથી સૂચનાની રાહ

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજ્યના ઘણા મહાનગરોમાં સિટીબસ તેમજ કચેરીમાં રસી ફરજિયાત બનાવાઈ પણ રાજકોટ શહેરમાં હજુ સુધી કોઇ પ્રતિબંધ લાગુ કરાયો નથી

રાજ્યના મહાનગરો અને જિલ્લાઓ પૈકી અમુક સત્તાવાહકોએ સિટીબસ, જાહેર સ્થળો તેમજ કચેરીઓમાં પ્રવેશ માટે વેક્સિન સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત બનાવાયું છે. આ પાછળ તર્ક અપાયો છે કે, આ કારણે વધુમાં વધુ લોકો રસી લેવા માટે પ્રેરાશે અને રસીકરણ વધતા ત્રીજી લહેરનો ખતરો ટળી જશે. જોકે હજુ સુધી રાજકોટ શહેરમાં આવો કોઈ નિર્ણય લેવાયો નથી. તેમજ નવરાત્રિ સમયે શેરી ગરબામાં જોવા આવનાર અને ખેલૈયાઓ માટે વેક્સિનેશન ફરજિયાત કરવું કે કેમ તે અંગે મનપાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ અવઢવમાં છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા તેમજ મેયર પ્રદીપ ડવને પ્રશ્ન કરાતા તેઓએ પણ વેક્સિન સર્ટિ. વગર પ્રવેશ પ્રતિબંધ અંગે વિચારણા ન હોવાનું જણાવ્યું હતું.

રાજકોટ શહેરમાં આ પ્રતિબંધ ન લાગવા પાછળ પણ આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, જ્યાં પ્રતિબંધ મુકાયો છે ત્યાં બે ડોઝ નહિ પ્રથમ ડોઝ લીધો હોય તો પણ પ્રવેશ અપાય છે. તે સ્થિતિમાં રાજકોટમાં બધાને સરળતાથી પ્રવેશ મળશે કારણ કે, શહેરમાં વેક્સિનેશનને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. રાજકોટ શહેરમાં 9.43 લાખ લોકો 18 પ્લસ કરતા વધુ ઉંમરના હોવાનો આંક ગાંધીનગરથી અપાયો હતો ત્યારબાદ સુધારા સાથે 10.43 લાખ અને હવે 11.43 લાખ કરાયો છે. આ લક્ષ્યાંક જેમ જેમ વધતો ગયો તેમ તેમ શહેરમાં રસીકરણ પણ વધ્યું છે. હાલની સ્થિતિએ શહેરમાં 10.93 લાખ લોકો એવા છે જેમણે રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે એટલે કે કુલ વયસ્કોની વસ્તીના 95 ટકા રસીના પ્રથમ ડોઝ તેમજ 5.69 લાખ કે જે અડધી વસતી થઈ છે તેઓ બંને ડોઝથી સુરક્ષિત છે.

એક સપ્તાહમાં સૌથી વધુ રસીકરણ મે માસમાં નોંધાયું
સપ્ટેમ્બર માસમાં મહા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં એક જ દિવસમાં 46000 ડોઝ અપાયા હતા જે અત્યાર સુધીમાં એક દિવસમાં થયેલું સૌથી વધુ રસીકરણ છે. જોકે ત્યારબાદ રસીની અછત સર્જાઈ હતી તેથી સાતત્યતા જળવાઈ ન હતી. જ્યારે આ પહેલા મે મહિનામાં રસીનો દૈનિક જથ્થો પૂરતો મળતો હોવાથી દરરોજ એક જ ગતિએ વેક્સિનેશન થઈ રહ્યું હતું. આ જ કારણે મહાવેક્સિનેશનના દિવસે પૂરા થતા સપ્તાહમાં 81000 ડોઝ સાત દિવસમાં અપાયા હતા જ્યારે 22થી 28 મે દરમિયાન 1.10 લાખ તેમજ તેના પછીના સપ્તાહમાં પણ 96300 ડોઝ અપાયા હતા.

રાજકોટ શહેરમાં વેક્સિનેશનમાં યુવાનો સૌથી વધુ, સિનિયર સિટિઝન 2.39 લાખ
રાજકોટ શહેરમાં વેક્સિન શરૂ થયું ત્યારે સૌથી પહેલા 60 વર્ષ કરતા વધુની વયને રસી અપાઈ હતી ત્યારબાદ 45થી 60 અને પછી 18થી 44 વર્ષને મંજૂરી અપાઇ હતી. જોકે આમ છતાં 18થી 44 વર્ષમાં સૌથી વધુ ડોઝ વપરાયા છે. શનિવાર સાંજની સ્થિતિએ 1034553 ડોઝ 18થી 44 વર્ષના લોકોને અપાયા છે જેમાં પહેલો અને બીજો ડોઝ બંને સમાવિષ્ટ છે. 45થી 60માં 389678 જ્યારે ત્રીજા ક્રમે 239152 ડોઝ 60 કરતા વધુ એટલે કે સિનિયર સિટિઝને લીધા છે.

અન્ય સમાચારો પણ છે...