રાજકોટમાં રસી અંગે લોકોની નિરસતા અને રસીના ખાલી સ્ટોકથી આરોગ્ય તંત્ર મુશકેલીમાં મુકાય ગયું છે. શહેરના આરોગ્ય કેન્દ્રોમાં કોવિશિલ્ડ રસીનો જથ્થો ઉપલબ્ધ નહિ નથી જયારે અડધા રાજકોટને કોવિશિલ્ડના બે ડોઝ અપાય છે. જયારે જે નાગરિકોએ કોવેક્સીન લીધી છે તે લોકો પણ ત્રીજો ડોઝ લેવા નથી આવી રહ્યા છે.
કોરોના આવે ત્યારે જ લોકો રસી લેવા આવે છે
આ અંગે RMCના મેડિકલ ઓફિસરે મીડિયાને જણાવ્યું હતું કે, હાલ કોવેક્સીન નો પૂરતો જથ્થો:મેડિકલ ઓફિસર તો બીજી તરફ લોકોમાં પણ પ્રિકોશન ડોઝને લઈને નિરસતા જોવા મળે છે. કોવેક્સીન છે છતાં કોઈને બુસ્ટર ડોઝ નથી લેવો નથી જતું.લોકો જ્યારે કોરોનાની લહેર આવે છે ત્યારે જ રસી લેવા આવે છે. RMC દ્વારા કોવેક્સીનના પ્રિકોશન ડોઝને લઈને લોકોને ફોન કરાઇ રહ્યા છેજ્યારે તેમાંથી 10% જ લોકો રસી લેવા આવી રહ્યા છે.
આવાસ યોજનાનું મકાન ભાડે આપનારનું મકાન સીલ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બીએસયુપી આવાસ યોજના અંતર્ગત રોયલ પાર્ક, વસુધા સ્કુલ પાસે, રૈયા રોડ પર આવાસ યોજના બનાવવામાં આવેલ છે. જેમાં ચેકિંગ કરવામાં આવતા આવાસ નંબર – 424 મહાનગરપાલિકાના કબજામાં હોય પરંતુ અન્ય આસામી ફરજાનાબેન મહમદરફીકભાઇ હમીરાણી રહેતા જોવા મળેલ. જેથી મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સુચના અને માર્ગદર્શન હેઠળ આ આવાસમાં આવાસ યોજનાની ટીમ, ઇન્કરોચમેન્ટ ટીમ તથા વિજીલન્સ ટીમ સાથે રાખીને સીલ મારવામાં આવેલ છે. તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરીયાદ પણ કરવામાં આવેલ છે. ભવિષ્યમાં પણ આ રીતે સઘન ઝુંબેશ કામગીરી સતત ચાલુ રહેશે.
એક વર્ષમાં પ્રદ્યુમન પાર્કને રૂા.13.10 લખીની આવક
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ પ્રદ્યુમન પાર્ક એન્ડ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.50 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. ત્યારે 2022 દરમિયાન 53,086 મુલાકાતી ૫ધારતા રાજકોટ મહાનગરપાલિકાને રૂા.13.10 લખીની આવક થઈ છે. 2021માં મનપાને રૂા.12.03 લાખની આવક થયેલ હતી તેમ મેયર ડો. પ્રદિપ ડવની સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
મ્યુનિ.માં 15 મિનિટ મોડા આવતા 10 કર્મચારીને નોટિસ
મ્યુનિ. કોર્પોરેશનની આરોગ્ય શાખામાં મોડા આવતા કર્મચારીઓને અધિકારીએ નોટિસ ફટકારતા સ્ટાફમાં ફફડાટ મચ્યો છે. વિભાગમાંથી જાણવા મળતી વિગત મુજબ આરોગ્ય શાખામાં છેલ્લા થોડા દિવસોથી અમુક કર્મચારી મોડા આવતા હતા. તેમાં 15 મિનિટ મોડા પહોંચનાર 10 જેટલા કર્મચારીઓને નોટિસ આપીને ખુલાસા પૂછવામાં આવ્યા છે. વિભાગમાં આરોગ્યથી માંડી જન્મ-મરણ, લગ્ન નોંધણી સહિતની મહત્વની કામગીરી કરવામાં આવે છે. નાગરિકો આ કામ માટે વહેલા પહોંચી જતા હોય છે. અન્ય વહીવટી કામ પણ સમયસર શરૂ કરવાના હોય છે. તેમાં સમયપાલન નહીં કરતા કર્મચારીઓને ચેતવણી અપાયા બાદ નોટિસ ફટકારાઇ છે.
તમામ શાખામાં ચેકિંગની જરૂર
આમ તો મનપાની લગભગ તમામ શાખામાં આવા ચેકિંગની જરૂર હોવાનો મત છે. ફિલ્ડમાં રહેતા કર્મચારીઓ અને અધિકારીઓ નજીકના ફેસ ડિટેક્ટર મશીનમાં હાજરી પૂરાવે તેવી વ્યવસ્થા છે. પરંતુ તેનો કેટલો ઉપયોગ થાય છે અને શું ફાયદો થાય છે તેની તુલના લગભગ કોઈ કરતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.