તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:બીજા ડોઝમાં સંખ્યા વધતા આજે રસીકરણ ચાલુ રહેશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં કુલ 13.36 લાખ ડોઝનું વેક્સિનેશન

રાજકોટ શહેરમાં વેક્સિનેશન માટેનો ટાર્ગેટ વધારીને 1 લાખ કરી દેવાયો છે. આ સાથે નવો ટાર્ગેટ 10.93 લાખ કરી દેવાયો છે. જેમાંથી 9.66 લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. જ્યારે 3.69 લાખ લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો છે. અત્યાર સુધી બીજા ડોઝ માટે સંખ્યા વધી રહી ન હતી પણ સોમવારથી જોવા મળેલા ટ્રેન્ડ મુજબ પ્રથમ ડોઝ લેનારા કરતા બીજા ડોઝ લેનારાની સંખ્યા વધી હતી. આ માટે હવે અલાયદા બીજા ડોઝ માટેનો નવો કેમ્પ ફરી યોજવા નિર્ણય લેવાયો છે.

બુધવારે તેમજ રવિવારે વેક્સિનેશન બંધ રાખવાનુ હોય છે પણ રાજકોટ શહેરમાં પ્રથમ અને બીજા ડોઝ લેવા માટે ભીડ વધુ રહેતા બીજો ડોઝ લેનારાઓ માટે બુધવારે વેક્સિનેશનનું ખાસ આયોજન કરાયુ છે. બુધવારે મનપાના 31 સેશન સાઈટ પર કોવિશિલ્ડ જ્યારે 2 સેશન સાઈટ પર માત્ર કોવેક્સિન અને તે પણ બીજો જ ડોઝ આપવામાં આવશે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં થયેલા વેક્સિનેશન મુજબ પ્રથમ અને બીજો બંને સહિત કુલ 13.36 લાખ ડોઝ દેવાયા છે. આ પૈકી સૌથી વધુ 7.74 લાખ ડોઝ 18થી 44 વર્ષની વયના યુવાનોએ લીધા છે.

જ્યારે 45થી 60 વર્ષના વયગ્રુપમાં 3.39 લાખ ડોઝ દેવાયા છે જ્યારે 60થી વધુના વય ગ્રુપમાં 2.21 લાખ ડોઝ અપાયા છે તે જોતા રાજકોટમાં સૌથી વધુ યુવાનોમાં જાગૃતિ હોવાનું સાબિત થાય છે. બીજી તરફ રાજકોટમાં 7.44 લાખ પુરૂષો જ્યારે 5.90 લાખ મહિલાઓએ રસી લીધી છે જે અન્ય શહેરોની સરખામણીમાં સ્ત્રી પુરૂષના પ્રમાણમાં થોડી ઓછી સંખ્યા છે. શહેરમાં કોવિશિલ્ડ ઉપરાંત કોવેક્સિન પણ અપાય છે જેા કે તે રસીમાં લોકોએ ઓછો રસ લીધો છે. અત્યાર સુધીમાં ફક્ત 94000 ડોઝ અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...