આયોજન:14મીથી શૈક્ષણિક-બિન શૈક્ષણિક કર્મચારીઓને વેક્સિન અપાશે

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • બે દી’માં જિલ્લાની દરેક શાળાને વિગતો મોકલવા DEOનો આદેશ

રાજકોટ જિલ્લામાં પ્રથમ તબક્કામાં ડોક્ટર્સ-મેડિકલ સહિતના ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિન અપાયા બાદ હવે બીજા તબક્કાના વેક્સિનેશનનો આગામી તારીખ 14મી ફેબ્રુઆરીથી પ્રારંભ થઇ રહ્યો છે જેમાં શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને વેક્સિન અપાશે જેના માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લાની તમામ શાળાઓના કર્મચારીઓની તમામ વિગતો બે દિવસમાં મોકલવા જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા સંચાલકોને પરિપત્ર મોકલી જાણ કરી છે.

જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, હાલ કોવિડ-19ની વિકટ પરિસ્થિતિમાં તમામ ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન આગામી તારીખ 14મી ફેબ્રુઆરીથી થનાર છે. આ હેતુસર શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓ, શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ તમામને વેક્સિનેશન સુગમતાથી આપી શકાય તે માટે જિલ્લાની દરેક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની વિગતો સાથે મોકલાયેલા એક્સેલ ફાઈલમાં વિગતો ભરી બે દિવસમાં ઈ-મેલથી મોકલી આપવા આદેશ અપાયો છે. હાલ જે કર્મચારીઓ વેક્સિનેશન કાર્યક્રમમાં નહીં જોડાય તે તમામ સ્ટાફને તેમના સ્વખર્ચે વેક્સિન લેવાની રહેશે તેવું પણ જિલ્લા શિક્ષણાધિકારીના પત્રમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...