કોરોના રાજકોટ LIVE:જન્માષ્ટમીના તહેવારોને લઇ આજથી બે દિવસ વેક્સિનેશન બંધ, કાલથી પીડિયાટ્રિક સર્વે શરૂ કરવામાં આવશે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું પણ ત્રીજી લહેરની શક્યતા હોવાને લઈને તંત્ર એલર્ટ

રાજકોટ કોરોનામુક્ત તરફ આગળ વધી રહ્યું છે. ગઇકાલે શહેરમાં એક પણ કેસ નોંધાયો નહોતો. આજે બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. અત્યાર સુધીમાં 42810 કેસ નોઁધાયા છે અને 10 દર્દી સારવાર હેઠળ છે. જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને લઇને આજથી બે દિવસ વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું છે. આવતીકાલથી શહેરના તમામ વોર્ડમાં પીડિયાટ્રિક સર્વે શરૂ કરવામાં આવશે. ગઇકાલે 18થી 44 વર્ષના 4646 અને 45 વર્ષથી મોટી ઉંમરના 1529 સહિત કુલ 6175 નાગરિકોએ રસી લીધી હતી.

રાજકોટના તમામ વોર્ડમાં આરોગ્ય વિભાગની ટીમ પીડિયાટ્રિક સર્વે શરૂ કરશે
શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. છતાં ત્રીજી લહેરની શક્યતા હોવાને લઈને તંત્ર પણ એલર્ટ છે. અને ગ્રામ્ય વિસ્તારમાં પીડીયાટ્રીક સર્વે બાદ હવે શહેરી વિસ્તારમાં પણ પીડીયાટ્રીક સર્વેનો વધુ એક રાઉન્ડ શરૂ કરવામાં આવનાર છે.આ અંગે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ મીડિયાને જણાવ્યું હતું કે, આગામી સોમવારથી રાજકોટ શહેરના તમામ વોર્ડમાં આરોગ્ય વિભાગની જુદી-જુદી ટીમ દ્વારા પીડિયાટ્રિક સર્વે શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત જરૂર જણાય ત્યાં સ્થળ પર બાળકોને સારવાર આપવામાં આવશે.

બાળકોનો ડેટા એકત્રિત કરવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વધુ જરૂર જણાશે તો બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે. તેમજ બાળકનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. ત્રીજી લહેર પૂર્વે મહાનગરપાલિકા પીડીયાટ્રીક સર્વે અંતર્ગત રાજકોટ શહેરમાં રહેલા તમામ બાળકોનો ડેટા એકત્રિત કરવા માંગે છે. જે અંતર્ગત કોમોર્બીડિટી ધરાવતા કેટલા બાળકો છે તેનો પણ ખ્યાલ આવશે.

7 બાળકોના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કોઠારિયા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. જે અંતર્ગત 5 મહિનાના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાદમાં મહાનગરપાલિકા દ્વારા કોઠારિયા વિસ્તારમાં આવેલા 721 ઘરમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે સર્વે અંતર્ગત 27 બાળકોના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જોકે તમામ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...