વેક્સિનેશન:ઔદ્યોગિક ઝોનમાં વેક્સિનેશન શરૂ, પહેલે દિવસે 200 કર્મીઓને રસી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ, માલિક માટે હવે રાજકોટ જિલ્લામાં અલગ-અલગ ઔદ્યોગિક ઝોનમાં વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. શુક્રવારે શાપર, લોઠડા,પીપલાણા ઈન્ડસ્ટ્રીઝ એસો.,શાપર વેરાવળ, હડમતાળા, ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગથી વેક્સિનેશન કરવામાં આવ્યું હતુ. જેમાં 200થી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. જ્યારે આજે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ખાતે વેક્સિનેશન યોજાશે.

રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના સેક્રેટરી નરેન્દ્રભાઈ પાંચાણીએ જણાવ્યું હતું કે, આજે શનિવારે 12 જૂનના રોજ વેક્સિનેશન કેમ્પ રાજકોટ એન્જિનિરિંગ એસોસિએશન, શેરી નંબર 3 ભકિતનગર જીઆઇડીસી રાજકોટ ખાતે યોજાશે. જેનો સમય સવારના 9.30 થી બપોરના 12.30 સુધી નક્કી કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...