તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:રાજકોટમાં આજે 60 કેન્દ્રો પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઈ, કોવિશિલ્ડ વેક્સિનના પાંચ હજાર ડોઝ ફાળવાયા

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટમાં આજે ફરીવાર વેક્સિનેશનની કામગીરી શરુ કરાઈ
  • રોટરી મીટ ડાઉન લાઈબ્રેરી ખાતે સવારથી જ 100 થી 150 લોકો વેક્સિન લેવા માટે લાઈનમાં ઉભા થઈ ગયાં હતાં.
  • આજના દિવસે કુલ પાંચ હજાર કોવિશિલ્ડ અને 9 હજાર કો-વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ.

રાજકોટ શહેરમાં ગઈ કાલે વેક્સિનનો જથ્થો ખુટી જતાં વેક્સિનેશનની કામગીરીમાં અસર પહોંચી હતી. આજે શહેરમાં વહેલી સવારથી જ રસીકરણ કેન્દ્રો પર લોકોની લાંબી કતારો જોવા મળી છે. ગઈ કાલે જથ્થો ખુટી પડતાં આજે રાજકોટને નવા પાંચ હજાર રસીના ડોઝ ફાળવવામાં આવ્યાં છે. આજે શહેરમાં 60 કેન્દ્રો પર રસી આપવાની કામગીરી શરૂ કરવામા આવ્યું છે.

રાજકોટમાં ગઈ કાલે વેક્સિનનો જથ્થો ખૂટ્યો હતો
રાજકોટ શહેરમાં ગઇકાલે વેકસીન જથ્થો ખૂટી જતા વેક્સીનેશન કામગીરીમાં વ્યાપક પ્રમાણમાં અસર પહોંચી હતી જે બાદ આજે રાજકોટ શહેરમાં વહેલી સવારથી વેક્સીનેશન સેન્ટર પર લોકોની લાંબી કત્તારો જોવા મળી રહી છે. ગઇકાલે જથ્થો ખૂટી જતા આજે રાજકોટને નવા પાંચ હજાર વેકસીન ડોઝ ફાળવવામાં આવ્યા છે. જેથી આજે રાજકોટ શહેરમાં 60 કેન્દ્રો પર વેક્સીનેશન પ્રક્રિયા કાર્યરત કરવામાં આવી છે.

સવારથી જ લોકોએ વેક્સિન લેવા માટે લાઈન લગાવી
સવારથી જ લોકોએ વેક્સિન લેવા માટે લાઈન લગાવી

વહેલી સવારથી જ લોકો લાઈનમાં ઉભા થયાં
શહેરમાં આજે રવિવારની રજા હોવાથી વહેલી સવારથી જ લોકો વેક્સિન લેવા માટે રસીકરણ કેન્દ્રો પર પહોંચીને લાઈનમાં ઉભા રહ્યાં છે. રાજકોટમાં કાર્યરત 60 કેન્દ્ર પૈકી અમીન માર્ગ પર આવેલ રોટરી મીટ ડાઉન લાઈબ્રેરી ખાતે શરૂ કરાયેલા કેન્દ્ર પર લોકો વેક્સિન લેવા માટે સવારથી જ લાઈનમાં ઉભા થઈ ગયાં હતાં. આજે સવારના સમયે 9 વાગ્યે વેક્સિનેશન કેન્દ્ર ખુલતા કેન્દ્ર પર 100 થી 150 લોકો વેક્સિનનો લાભ લેવા માટે લાઈનમાં ઉભા થઈ ગયાં છે.

આજે કો.વેક્સિન અને કોવિશિલ્ડના નવા ડોઝની ફાળવણી કરાઈ
આજે કો.વેક્સિન અને કોવિશિલ્ડના નવા ડોઝની ફાળવણી કરાઈ

આજે નવા પાંચ હજાર કોવિશિલ્ડના ડોઝ ફાળવાયા
રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી લલિત વાંજાના જણાવ્યા મુજબ આજે રાજકોટ શહેરમાં કુલ 60 કેન્દ્ર પર વેક્સિનેશન પ્રક્રિયા કાર્યરત છે. આજે રાજકોટને પાંચ હજાર કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. રાજકોટમાં ગઇકાલે વેક્સિનનો જથ્થો ખૂટી ગયા બાદ પાંચ હજાર કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો અને 9000 કો-વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ હતો માટે આજના દિવસે કુલ પાંચ હજાર કોવિશિલ્ડ અને 9 હજાર કો-વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે.

60 કેન્દ્રો પર વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી
60 કેન્દ્રો પર વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી

60 કેન્દ્ર પર વેક્સિનેશન પ્રક્રિયા કાર્યરત
રાજકોટમાં 100 ટકા વેક્સિનેશન થાય તે માટે તંત્ર પ્લાનિંગ કરી રહ્યું છે પરંતુ તેની સામે ક્યાંક વેક્સિનનો જથ્થો ખૂટી પડતા ગઇકાલે અવ્યવસ્થા સર્જાઇ હતી. જે બાદ આજે નવા પાંચ હજાર વેક્સિનના ડોઝ આવતા 60 કેન્દ્ર પર વેક્સિનેશન પ્રક્રિયા કાર્યરત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...