તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:ગામડાંના બદલે પાલિકા અને ઔદ્યોગિક વિસ્તારના યુવાનોનું આજથી રસીકરણ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજકોટ જિલ્લામાં દૈનિક 5000 ડોઝનો લક્ષ્યાંક, 25 સાઇટ પર 18+ યુવાનોને રસી અપાશે

રાજ્યમાં કોરોનાની આફતને ઝડપભેર કાબૂમાં મેળવવા માટે આજથી તમામ જિલ્લામાં 18 વર્ષથી 44 વર્ષ સુધીના લોકોને કોવિડ રસી આપવામાં આવશે. હાલ આ આફત સામે રસી જ એક માત્ર ઉપાય છે, જેથી વધુને વધુ લોકોને આપી શકાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. વધુમાં રાજકોટ ગ્રામ્ય માટે અત્યારે 25 સેશન સાઈટ નક્કી કરવામાં આવેલી છે, અને પ્રતિ દિવસ 5 હજાર ડોઝનો લક્ષ્ય પણ રાખવામાં આવેલો છે.

જેમાં દરેક સેશન સાઈટ પર 200 લોકો રસી લઇ શકશે. હાલ 45 વર્ષ ઉપરના લોકોમાં જે જાગૃતતા આવી જોઈએ તે જોવા ન મળતા હાલ 18 વર્ષથી ઉપરના લોકો માટે આ અભિયાન શરૂ કરવામાં આવેલું છે. બીજી તરફ સરકારનો લક્ષ્યાંક એ પણ છે કે જે ગ્રામ્ય કે પછી નગરપાલિકા વિસ્તારમાં લોકો રસી લેવા માટે તૈયાર હોય તેઓને સૌ પ્રથમ રસી આપી કોરોના સામે સુરક્ષિત કરવામાં આવશે. પરંતુ જે કોઈ ગામડાંના લોકોને રસી લેવી હોય તો તે પણ નજીકના સ્થળ પર રસી લઇ શકશે.

રાજકોટ જિલ્લાના સીડીએચઓ નિલેશ શાહે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં સૌ પ્રથમ નગરપાલિકા અને ઔદ્યોગિક વિસ્તારને આવરી લેવામાં આવશે. જેનું એક માત્ર કારણ એ છે કે, આ વિસ્તારના લોકો રસી લેવા માટે જાગૃત થયા છે અને હકારાત્મક અભિગમ પણ દાખવ્યો છે. ઈચ્છિત લોકોએ સાંજના 5 વાગ્યે રસી લેવા માટે ઓનલાઈન નોંધણી કરવી પડશે. જ્યારે નગરપાલિકા વિસ્તારમાં વધુને વધુ લોકોને રસી આપવામાં આવશે, ત્યારબાદ ગામડાંઓમાં પૂરતું ધ્યાન અપાશે.

સ્પોટ રજિસ્ટ્રેશન નહિ થાય : ડીડીઓ
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આજથી 18 થી 44 વર્ષના લોકો માટે રસીકરણ શરૂ કરવા જણાવ્યું છે. માટે જે લોકો રસી લેવા ઈચ્છતા હોય તેઓએ ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે અને કોઈ પણ સંજોગોમા સ્પોટ રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહિ. આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે સાથોસાથ જે રીતે 45 પ્લસના લોકો માટે જે સ્થળ નક્કી કરવામાં આવેલા છે તેજ સ્થળ 18 વર્ષ ઉપરના લોકો માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે.

આ સ્થળે થશે રસીકરણ
​​​​​​​રાજકોટ : ગવરીદળ પ્રાથમિક શાળા, કુવાડવા સીએચસી.
વીંછિયા : સરકારી દવાખાનું-સીએચસી વીંછિયા
કોટડાસાંગાણી : કુમાર શાળા, કોટડાસાંગાણી સીએચસી, શાપર
પડધરી : સીએચસી પડધરી, પીએચસી સરપદડ
જેતપુર : સોમનાથ મંદિર, દેસાઈવાડી, ગાયત્રી મંદિર, કોટડિયાવાડી, પીએચસી જેતલસર
ઉપલેટા : સૂરજવાડી ઉપલેટા, કોટેજ હોસ્પિટલ, સીએચસી ભાયાવદર
લોધિકા : પ્રાથમિક શાળા ખીરસરા, લોધિકા હાઈસ્કૂલ
જામકંડોરણા : સીએચસી જામકંડોરણા, પીએચસી રાયડી
ધોરાજી : સબસેન્ટર 1 મોટીમારડ, કે.ઓ શાહ કોલેજ ધોરાજી, હીરપરા વાડી કોમ્યુનિટી હોલ ધોરાજી
ગોંડલ : સ્વામિનારાયણ ગુરુકુળ, શાળા નં- 16, ભોજપરા, દેરડી-કુમાર શાળા
જસદણ : સરદાર હાઈસ્કૂલ સાણથલી, સાંદીપનિ સ્કૂલ જસદણ
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...