તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશનને વેગ:રાજકોટમાં 45 વર્ષના લોકોનું વેક્સિનેશન શરૂ, આજે બપોર સુધીમાં 5323 લોકોએ રસી લીધી

રાજકોટએક મહિનો પહેલા
  • શહેરમાં રસીકરણની કામગીરી વધારાઇ

કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વેક્સિનેશન વધારવા સૂચન કરવામાં આવ્યું હતું. હાલ ત્રીજા તબક્કાનું રસીકરણ ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટમાં મનપા દ્વારા આજથી 45 કે તેથી વધુ વર્ષની ઉંમરના લોકોનું વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારની સૂચના બાદ રાજકોટ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજકોટ શહેર અને જિલ્લામાં રેકોર્ડબ્રેક 8 હજાર લોકોએ રસી મૂકાવી હતી.

રાજકોટમાં આજે બપોર સુધીમાં 5323 લોકોએ રસી લીધી
રાજકોટ શહેરમાં આજે સરકારી અને ખાનગી હોસ્પિટલો ખાતે કોરોના સામેની રસીકરણમાં બપોરે 1 વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કો, પ્રથમ તબક્કાના બીજા ડોઝ, 60 વર્ષથી મોટી ઉંમરના અને 45થી 59 વર્ષના કોમોર્બીડ ધરાવતા લોકો સહિત કુલ 5323 નાગરિકોએ રસી લીધી.

1 એપ્રિલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોના વેક્સિન કેમ્પ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કુલપતિ ડો. નીતિન પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજય દેશાણીના માર્ગદર્શન હેઠળ કોરીનાની મહામારીથી રક્ષણ આપવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરજ બજાવતા 45 વર્ષથી વધારે વયના કર્મચારીઓને સામુહિક કોરોના વેકસિન આપવાનું 1-4-2021ને ગુરુવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 45થી વધુ વયના આશરે 248થી વધુ કર્મચારીઓ કોરોનાની વેક્સિન લેશે.

આરોગ્ય ટીમની સમજાવટથી આધીયા ગામે સરપંચ સહિત 100થી વધુ લોકોનું રસીકરણ
રસીના ડરના કારણે ભાડલા પી.એચ.સી. સેન્ટર હેઠળ આવતા આધીયા ગામના લોકોને આરોગ્ય વિભાગના લોકોએ સમજાવતા સરપંચ ધનજીભાઈ સુરેલા સહિત બે દિવસમાં 100થી વધુ ગ્રામજનોએ રસીકરણ કરાવી કોરોના સામે સુરક્ષિત બનવામા એક કદમ આગળ આવ્યા છે. સરપંચ ધનજીભાઈએ જણવ્યું હતું કે, ગામજનોમાં રસીને લઈને ડર હતો. કોઈ લોકો રસી લેવા તૈયાર ન હતાં, પણ દવાખાનાના સાહેબ અને બીજા સ્ટાફના લોકોએ અમને રસી લેવા સમજાવ્યા હતાં. અમારી શંકાનું સમાધાન થતા ધીરે ધીરે બધા લોકો રસી લેવા તૈયાર થયા હતાં.

25 માર્ચ સુધીમાં રાજકોટ જિલ્લામાં 1,52,077 લોકોનું રસીકરણ
​​​​​​​
રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લામાં 11 તાલુકાઓના 12 ઘટક હેલ્થ સેન્ટર ખાતે 25 માર્ચ સુધીમાં રાજકોટ જિલ્લા તેમજ શહેરનું મળીને કુલ 1,52,077 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 45 થી 59 વર્ષની ઉંમરના 13,469 કોમોર્બીડ લોકોને તેમજ 60 વર્ષ કે તેથી મોટી ઉંમરના 56,132 લોકોનું રસીકરણ કરાયું છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 45થી 59 વર્ષની ઉંમરના 14,423 અને 60 વર્ષ કે તેથી મોટી ઉંમરના 68,053 લાભાર્થીઓને વેક્સિનેશન કરવામાં આવ્યું હોવાનું વિભાગીય નિયામક ડો. રુપાલીબેન મહેતાએ જણાવ્યું છે. રાજકોટ મુંજકાના આર્ષ વિદ્યાલયના પરમાત્માનંદજીએ વેક્સિન લીધી હતી.

સરકારી કચેરીના કર્મચારીઓએ વેક્સિન લીધી
​​​​​​​
રાજ્યના સરકારી વિભાગના કર્મચારીઓને વેક્સિનેશનની પહેલને વધાવી રાજકોટ ખાતે જુદી જુદી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ સહિતના સ્ટાફને વેક્સિનેશન લેવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડના જણાવ્યા મુજબ ગત રોજ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપરાંત આર.ટી.ઓ. કચેરીના સ્ટાફ, પ્રાદેશિક માહિતી કચેરીના સ્ટાફને રસીકરણ કરવામાં આવ્યું હતું.

રાજકોટમાં આજે બપોર સુધીમાં 5323 લોકોએ રસી લીધી.
રાજકોટમાં આજે બપોર સુધીમાં 5323 લોકોએ રસી લીધી.

પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને વેક્સિન અપાઇ
પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા ફ્રન્ટલાઇન વોરિયર્સ અને ત્યારબાદ પોલીસ અધિકારી, કર્મચારી અને 60 વર્ષથી ઉપરના તેમજ કોમોર્બીડ બિમારી ધરાવતા લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ સાથે કોરોના પ્રથમ કેસથી એક વર્ષના સમય દરમિયાન સતત ફરજ પર રહેતા વીજળી વિભાગના એટલે કે રાજકોટમાં PGVCLના અધિકારીઓ અને કર્મચારીઓને ગઈકાલે વેક્સિન અપાઈ હતી.

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ડીડીઓની મિટિંગ મળી
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ગઈકાલે ડીડીઓ અનિલ રાણાવસીયાના અધ્યક્ષસ્થાને મળેલી મિટિંગમાં ડીડીઓએ વિવિધ કચેરીઓના અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, કચેરીઓના તમામ સંવર્ગના તેમજ અંશકાલિન, આઉટસોર્સ સહિતના કર્મચારીઓની યાદી વેક્સિન અપાવવા માટેની મંજુરી અર્થે કલેક્ટરને મોકલી આપવાની રહેશે. મંજૂરી બાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તાર મુજબ વર્ગીકરણ કરી જો કર્મચારીઓની સંખ્યા વધારે હશે તો કેમ્પ કરીને વેક્સિન આપવામાં આવશે. અન્યથા નજીકના રસીકરણ સેન્ટરમાં રસી આપવામાં આવશે. આ અંગેનું સંકલન તેમજ રજીસ્ટ્રેશન તેમજ કેમ્પો યોજવા અંગેની માહિતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો