તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા શૈક્ષણિક સત્રની શરૂઆત:રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સ્કૂલ-યુનિવર્સિટીમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીને રસીના પાઠ ભણાવાશે

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્કૂલમાં શિક્ષકો, યુનિ.માં ઉપકુલપતિ 18+ વિદ્યાર્થીને રસી લેવા પ્રેરશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તારીખ 7 જૂનને સોમવારથી શાળા અને યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ રહી છે ત્યારે સામાન્ય રીતે નવા સત્રના પ્રથમ દિવસે સ્કૂલમાં વિદ્યાર્થીઓને નવા ધોરણનો પરિચય, વિદ્યાર્થીઓનો પરિચય અને રમતગમત કરાવતા હોય છે, પરંતુ હાલ કોરોના મહામારીમાં સૌથી વધુ મહત્ત્વની બાબત વેક્સિન હોવાથી સોમવારે શહેરની મોટાભાગની સ્કૂલમાં અને યુનિવર્સિટીના ભવનોમાં વિદ્યાર્થીઓને વેક્સિનના પાઠ ભણાવાશે.

સ્કૂલમાં શિક્ષકો અને યુનિવર્સિટીમાં ઉપકુલપતિ 18થી મોટી ઉંમરના વિદ્યાર્થીઓને વેક્સિન લેવા માટે પ્રેરશે અને વેક્સિનના લાભાલાભથી માહિતગાર કરશે. કોરોના મહામારીને કારણે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી ધોરણ 3 થી 12ના વિદ્યાર્થીઓને 7 જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્ર દરમિયાન ઓનલાઈન શિક્ષણ આપવા જણાવાયું છે. કોરોનાના કેસ કાબૂમાં આવશે તે બાદ 50 ટકા વિદ્યાર્થીઓની હાજરી સાથે વર્ગ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવનાર હોવાનું શાળા સંચાલકો જણાવે છે.

સ્કૂલ ફી વધારો, એડવાન્સ ફી, એડમિશન, માર્કશીટ સહિતના જુદા જુદા મુદ્દે સ્કૂલ અને વાલીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદો વચ્ચે આજથી શાળાઓમાં નવું સત્ર શરૂ થઇ રહ્યું છે. ઉનાળુ વેકેશન બાદ ફરી વિદ્યાર્થીઓ સ્કૂલને બદલે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી જ અભ્યાસ કરશે જોકે શિક્ષકો માટે સ્કૂલે આવવાનું નક્કી કરાયું છે. શૈક્ષણિક વર્ષ નવું હશે, પરંતુ અભ્યાસની પદ્ધતિ ગત વર્ષની જેવી જ રહેશે. કોરોનાને કારણે શિક્ષણ પર અસર પડી છે જેના કારણે ગયા વર્ષે શૈક્ષણિક સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઇન જ ભણાવવામાં આવ્યા છે ત્યારે હવે આ વર્ષની શરૂઆત પણ ઓનલાઇન શિક્ષણથી જ થશે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી મહેતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજય દેશાણીએ નવા સત્રના પ્રારંભે સૌ પ્રથમ વિદ્યાર્થીઓને વેક્સિન લેવા અંગે જાગૃતિ લાવવા અને 18થી મોટી ઉંમરના દરેક વિદ્યાર્થી ઝડપથી વેક્સિન લઈ લે તે અંગે વિદ્યાર્થીઓને કહીશું.

અન્ય સમાચારો પણ છે...