તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Vaccination Campaign Started In Rajkot But The Vaccine Was Empty In The Afternoon Without Paying Attention To The Stock, Barely 12000 Doses Were Received

વેક્સિનેશન:રાજકોટમાં રસીકરણ અભિયાન આરંભ્યું પણ સ્ટોકમાં ધ્યાન ન આપતા બપોરે જ રસી ખાલી, માંડ 12000 ડોઝ મળ્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં રસીકરણે ફરી વેગ પક્ડયો છે. 62થી વધુ સાઈટ પર દરરોજ 10 હજાર લોકો રસી લઈ રહ્યા છે. આ પૈકી એવા ઘણા લોકો છે જે રસી માટે તૈયાર થતા ન હતા અથવા તો ઓનલાઈન સ્લોટ બુકમાં સમસ્યા નડી રહી હતી. લોકો રસી માટે તૈયાર થતા તેમજ કેમ્પના આયોજન વધારતા રસીકરણ વધ્યું છે અને બીજા ઘણા કેમ્પ આયોજનની રાહમાં છે. સ્થિતિ સારી થઈ રહી હતી ત્યાં જ તંત્રના ભગાને કારણે લોકો પરેશાન થયા છે.

શુક્રવારે બપોર બાદ જ્યાં સૌથી વધુ રસી અપાઇ છે તેવા મવડી, શાસ્ત્રીમેદાન, સૂચક, નાનામવા અને રામનાથપરાના આરોગ્ય કેન્દ્રોમાં રસી પૂરી થઈ ગઇ હતી અને લોકોને પરત ફરવુ પડ્યુ હતું. મનપાએ રસીકરણ તો ચાલુ કર્યું પણ સ્ટોક કેટલો છે અને તે મુજબ રસી મગાવી પડે તે મામલે બેદરકાર રહેવાનુ ભોપાળુ બહાર આવ્યુ હતું. રસીકરણનો સમય વિતી ગયા બાદ રાત્રીના સમયે 12000 ડોઝ પહોંચાડવામાં આવ્યા હતા તેવુ આરોગ્ય શાખાએ જણાવ્યુ છે. આ સ્ટોક એક જ દિવસ પૂરતો છે અને શનિવારે ફરીથી સ્ટોકની માગ કરવામાં આવશે ત્યારે મળશે જ તે નક્કી નથી. જો નહિ મળે તો રવિવારે વેક્સિનેશન થશે નહીં.

આ પહેલા પણ 18 પ્લસનું વેક્સીનેશન શરૂ થયુ ત્યારે રસી મુકાવા અદમ્ય ઉત્સાહ લોકોમાં હતો પણ ત્યારે માંડ 2000ને જ રસી આપવાનો નિયમ કરતા લોકો પરેશાન થયા હતા. ફરી લોકો આગળ આવ્યા છે ત્યાં વળી સ્ટોક રાખવામાં બેદરકારીને કારણે લોકો ઈચ્છતા હોવા છતા રસી અપાતી નથી.

છેલ્લા 10 દિવસમાં નોંધાયેલું રસીકરણ

તારીખરસીકરણ
14-65767
15-67142
16-66218
17-64153
18-64653
19-65816
20-63382
21-66319
22-68438
23-610132
24-611055
25-610332

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...