દ્વિવિધ સંગમ:વીંછિયાના પીપરડી ગામે તુલસીવિવાહ સાથે વેક્સિનેશન કેમ્પ, 230 લોકો બન્યા સુરક્ષિત

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામ સમસ્ત આયોજિત સમારોહમાં પીએચસીની ટીમે હાજર રહી સમજાવીને રસીકરણ કર્યું

વીંછિયા તાલુકાના પીપરડી ગામે ધાર્મિક આયોજન સાથે આજે મંગળવારે એક આરોગ્યપ્રદ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને સમાજને પ્રેરણા આપવામાં આવી હતી કે લોકોની સુરક્ષા પણ શ્રધ્ધા જેટલી જ જરૂરી છે. પીપરડી ગામે સમસ્ત ગામ તુલસી વિવાહ મંડળ દ્વારા મંગળવારે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની સાથે વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં પીએચસીની ટીમે સવારથી હાજર રહીને લોકોને વેક્સિનેશન કરાવવા સમજાવટ કરી હતી અને કુલ મળીને 230 લોકોને રસી આપવામાં આવી હતી.

વીંછિયાના પીપરડીમાં તુલસી વિવાહ મંડળ દ્વારા દેવ દિવાળી નિમિત્તે તુલસી વિવાહ યોજવામાં આવ્યા અને તેમાં દલિત સમાજે માતા વૃંદાના યજમાન બનીને તેમનું કન્યાદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમને અનુમતિ આપવામાં આવી હતી. સાથોસાથ તુલસી વિવાહની સાથે યોજાયેલા વેક્સિનેશન કેમ્પમાં હાજર લોકોને સમજાવવામાં આવ્યા હતા, અને સ્થળ પર જ 78 મહિલાઓ અને બાકીના પુરુષો મળી કુલ 230 લોકોને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. આ તકે પીપરડી મેડિકલ સ્ટાફ તેમજ ડો. મુકેશ વાણિયા, વિક્રમસિંહ ગોહિલ સહિતનાઓએ હાજરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે વેક્સિનેશન કરાવવાની બાબતમાં પીપરડી પહેલેથી જ ઉત્સાહી રહ્યું છે, જેમાં પહેલો ડોઝ લેનારાની સંખ્યા 97 ટકા છે અને બીજો ડોઝ લેનારાની સંખ્યા હવે 50 ટકા આસપાસ પહોંચી ગઇ છે. હજુ પણ લોકોને બીજો ડોઝ જલદી લેવા સમજાવાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...