તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:રાજકોટના મેટોડા GIDCમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન

રાજકોટ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મજૂરોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

મેટોડા જીઆઇડીસી એસોસિએશન અને ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી ઉદ્યોગકારો, કર્મચારી અને મજૂરો માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઔદ્યોગિક એકમો અને જીઆઈડીસી એસોસિએશનની ઓફિસ ખાતે આયોજિત બે દિવસના કેમ્પમાં 300થી વધુ લોકોએ વેક્સિનેશન કરાવ્યું છે. જો કોઇ ઔદ્યોગિક એકમમાંથી વેક્સિન લેનારની સંખ્યા 100 થાય તો જે તે ઔદ્યોગિક એકમ ખાતે જ વેક્સિનેશન કરવામાં આવે છે અને જો 50 કે તેથી વધુ વેક્સિનેશન લેનારનું રજિસ્ટ્રેશન થાય તો એક કરતા વધુ એકમોને જોડી દેવામાં આવે છે.

આ સિવાય મેટોડા જીઆઇડીસીના ત્રીજા ગેટમાં આવેલ એસોસિએશનની ઓફિસ, ડેકોરા ભવન ખાતે સવારના 9.00 થી સાંજના 5.00 સુધી રસીકરણ ચાલુ છે. જે કોઇને રસીકરણ કરવાનું હોય તેને પોતાના નામ, મોબાઈલ નંબરનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો