તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસમંજસ:પરીક્ષા પહેલા વેક્સિનેશન ફરજીયાત, સૌ.યુનિ.માં 8 જુલાઈથી 30743 વિદ્યાર્થીની પરીક્ષા, વેક્સિનના અભાવ વચ્ચે તમામને કઇ રીતે રસી અપાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • કેટલા વિદ્યાર્થીઓએ વેક્સિન લીધી તેની યાદી યુનિવર્સિટી પાસે નથી

રાજ્ય સરકાર દ્વારા ઓફલાઈન પરીક્ષા લેવા છૂટ આપવામાં આવી છે. જેની સાથે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જે પરિપત્રમાં કોવિડની ગાઇડલાઇનના પાલન સાથે સાથે પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓનું વેક્સિનેશન ફરજીયાત થયું હોવાનું કહેવાતા યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. સરકારની છૂટ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 8 જુલાઇથી 30743 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે કે સ્નાતકના 29000 છાત્રોની પરીક્ષા 22 જુલાઇથી લેવા નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ વેક્સિનના અભાવ વચ્ચે તમામને રસી કંઇ રીતે અપાશે તે અંગે અસંમજસ છે.

વેક્સિનેશન કરવા અંગે મૂંઝવણ
ગુજરાતના રાજ્યપાલના હુકમથી શિક્ષણ વિભાગના નાયબ સચિવ મનોજ વાધે જાહેર કરેલા પરિપત્ર મુજબ પરીક્ષાર્થીઓ માટે ફરજીયાત વેક્સિન કેમ્પ કરી રસીકરણ સુનિશ્ચિત કરવું તેવો આદેશ થતા હવે સત્તાધિશો માટે મૂંઝવણ ઉભી થઇ છે. જોકે ટાઇમ ટેબલ જાહેર કર્યા મુજબ આગામી 5 તારીખથી રાજ્યમાં અલગ અલગ યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થવા જઇ રહી છે ત્યારે પરિક્ષાર્થીઓનું ફરજિયાત વેક્સિનેશન કરવા અંગે શું નિર્ણય લેવાશે તે પણ જોવાનું રહેશે.

સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ નીતિન પેથાણી (ફાઈલ તસ્વીર )
સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ નીતિન પેથાણી (ફાઈલ તસ્વીર )

કુલપતિએ પરિપત્રમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરી
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપત્તિ ડો.નિતીન પેથાણીએ જણાવ્યું હતું કે, આગામી 8 જુલાઇથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અલગ અલગ પરીક્ષાઓ શરૂ થઇ રહી છે જેમાં 30743 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે આ પૈકી કેટલા વિદ્યાર્થીઓએ વેક્સિન લીધેલ છે તેની યાદી નથી પરંતુ ફરજીયાત મામલે અમે શિક્ષણ વિભાગનો સંપર્ક કરીને અમારી સમસ્યા જણાવી છે. અમે કહ્યું હતું કે આટલા ઓછા સમયમાં પરીક્ષા આપતા તમામને વેક્સિન અપાવવી મુશ્કેલ છે. ત્યારે રસીના જથ્થાની અછત વચ્ચે પરિપત્રમાં ફેરફાર થવાની શક્યતા યુનિવર્સિટીના કુલપતિ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

30 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે
પરીક્ષા નિયામક નીલેશ સોનીએ જણાવ્યું કે, બી.એ.ઓલ્ડ કોર્સ એક્સ્ટર્નલના સેમેસ્ટર 1 ના 6840, સેમ.3 ના 6415, એમ.કોમ. રેગ્યુલર અને એક્સ્ટર્નલ સેમ.4ના 4933, બી.એસ.સી , બી.એસ.સીઆઈટી , અને બી.એ.એલ.એલ.બી. સેમ.6, બી.જે.એમ.સી. સેમ.2 સહિત 64 પરીક્ષાના કુલ 30743 વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી 8 જુલાઇથી લેવામાં આવનાર છે.