તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમાં રસીકરણ કેમ થશે!:રાજકોટ જિલ્લામાં ગોકળગાય ગતિએ વેક્સિનેશન, 6 મહિનામાં માત્ર 48% રસીકરણ, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારમાં જ સૌથી ઓછું

રાજકોટ3 મહિનો પહેલા
પ્રતીકાત્મક તસ્વીર
  • સૌથી વધુ ગોંડલમાં 1.11 લાખ અને સૌથી ઓછુ વીંછિયામાં 18 હજાર લોકોને વેક્સિન અપાઇ

કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિનેશન કામગીરી જાન્યુઆરીમાં શરુ કરવામાં આવ્યા બાદ લગભગ 6 મહિના જેટલો સમય પુરો થવા છતાં રાજકોટ જિલ્લામાં હજુ માત્ર 48% લોકોને જ વેક્સિન આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોની કુલ સંખ્યા 11 લાખથી વધુ છે. જેની સામે માત્ર 5.58 લાખ લોકોને જ વેક્સિન આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ ગોંડલ અને સૌથી ઓછું વીંછિયા તાલુકામાં વેક્સિનેશન થયું હોવાનું સામે આવ્યું છે. વીંછિયા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો ગઢ છે છતાં વેક્સિનેશનની કામગીરી ગોકળગતિએ થઇ રહ્યું છે.

જેતપુર તાલુકામાં સૌથી વધુ વેક્સિનેશન નોંધાયું
રાજકોટ જિલ્લાનાં 11 તાલુકામાં 15 જાન્યુઆરીથી રસીકરણની શરુઆત કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં પહેલો ડોઝ 440539 વ્યકિતઓને અને બીજો ડોઝ 117590 લોકોને અપાયો છે. સૌથી ઓછુ રસીકરણ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તાર વીંછિયા તાલુકામાં અને સૌથી વધુ ગોંડલ તેમજ જેતપુર તાલુકામાં થયુ છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

સૌથી ઓછુ વેક્સિનેશન વીંછિયામાં નોંધાયું
કોરોના વિરોધી રસી લેવા માટે ગ્રામ્ય વિસ્તારમાં પણ ઉત્સાહ ધીમે ધીમે વધી રહ્યો છે. જેમાં રોજ 80થી 100 કેન્દ્રો પ૨ રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. ગોંડલ અને જેતપુર તાલુકામાં સૌથી વધુ રસીકરણ થઈ રહ્યુ છે. આંકડા જે સામે આવ્યા છે તે મુજબ ગોંડલ તાલુકામાં સૌથી વધુ આશરે 1.11 લાખ અને સૌથી ઓછુ વીંછિયા તાલુકામાં અત્યાર સુધીમાં માત્ર 18 હજાર લોકોએ રસી લીધી છે. જિલ્લામાં 70% વેક્સિનેશનના ટાર્ગેટ સુધી પહોંચવા માટે હજુ બેથી અઢી મહિના જેટલો સમય લાગે તેવી શક્યતા સેવાય રહી છે.

ક્યા તાલુકામાં કેટલું રસીકરણ

તાલુકોપ્રથમ ડોઝબીજો ડોઝ
ધોરાજી3960912127
ગોંડલ8457927338
જામકંડોરણા238556899
જસદણ4744110084
જેતપુર6953617263
કોટડાસાંગાણી284295069
લોધિકા276456929
પડધરી242938158
રાજકોટ342537566
ઉપલેટા4530913529
વીંછીયા154902630
અન્ય સમાચારો પણ છે...