તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:સાતમ-આઠમના તહેવારોને ધ્યાને લઇ 29 અને 30 ઓગસ્ટે વેક્સિનેશન બંધ રહેશે, આજે બપોર સુધીમાં એક કેસ નોંધાયો નથી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • 3 સેશન સાઇટ પર કોવિશીલ્ડ અને 2 સાઇટ પર કોવેક્સિનનો માત્ર બીજો આપવામાં આવી રહ્યો છે

રાજકોટ કોરોનામુક્ત તરફ આગળ વધી રહ્યું છે. ગઇકાલે શહેરમાં એક પણ કેસ નોંધાયો નહોતો. આજે બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. અત્યાર સુધીમાં 42810 કેસ નોઁધાયા છે અને 10 દર્દી સારવાર હેઠળ છે. આજે શહેરમાં 31 સેશન સાઇટ પર કોવિશીલ્ડનો પ્રથમ અને 3 સેશન સાઇટ પર બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જ્યારે કોવેક્સિન માટે માત્ર બીજા ડોઝ માટે જ 2 સાઇટ ખોલવામાં આવી છે. રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18થી 44 વર્ષના કુલ 4646 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1529 સહિત કુલ 6175 નાગરિકોએ રસી લીધી હતી.. જન્માષ્ટમીના તહેરાવોને ધ્યાને લઇને આગામી 29 અને 30 ઓગસ્ટના રોજ વેક્સિનેશન કામગીરી બંધ રાખવામાં આવી હોવાનું મનપાએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે.

2 સેશન સાઇટ પર કોવેક્સિનનો બીજો ડોઝ અપાશે
રાજકોટ શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરી અંતર્ગત આજે 31 સેશન સાઈટ પર કોવિશીલ્ડ રસી આપવામાં આવી રહી છે. તેમજ 2 સેશન સાઈટ પર કોવેક્સિન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના 28 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે. તેમજ નાગરિકોએ કોવિશીલ્ડ રસી લીધાના 84 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ લઇ શકશે.

31 સેશન સાઇટ પર કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ અપાય રહ્યો છે
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કૂલ- ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) શિવશક્તિ સ્કૂલ
7) નાનામવા આરોગ્ય કેન્દ્ર
8) મવડી આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં.84, મવડી ગામ
10) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
11) શાળા નં.28, વિજય પ્લોટ
12) સિટી સિવિક સેન્ટર– અમીન માર્ગ
13) સદર આરોગ્ય કેન્દ્ર
14) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
15) શેઠ હાઈસ્કૂલ
16) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
17) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
18) શાળા નં.61, હુડકો
19) શાળા નં.20 બી, નારાયણનગર
20) જંક્શન આરોગ્ય કેન્દ્ર
21) માધાપર આરોગ્ય કેન્દ્ર
22) રેલ્વે હોસ્પિટલ
23) મોરબી રોડ, કોમ્યુનિટી હોલ
24) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
25) આદિત્ય સ્કૂલ– 32 (IMA આરોગ્ય કેન્દ્ર)
26) સરદાર સ્કૂલ, સંત કબીર રોડ
27) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
28) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
29) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
30) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
31) તાલુકા શાળા (BRC) ભવન

2 સેશન સાઇટ પર કોવેક્સિનનો બીજો ડોઝ અપાય રહ્યો છે
1) શાળા નં.47, મહાદેવ વાડી, લક્ષ્મીનગર
2) શાળા નં.49 બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક

3 સેશન સાઇટ પર કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ અપાય રહ્યો છે
1) વેસ્ટ ઝોન ઓફિસ હોલ
2) ઇસ્ટ ઝોન ઓફિસ હોલ
3) મેસોનિક હોલ, ભૂતખાના ચોક.

અન્ય સમાચારો પણ છે...