તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં હાલ કોરોના વેક્સિનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં સિનિયર સિટીઝનો હોંશે હોંશે કોરોના વેક્સિન મૂકાવી રહ્યાં છે. યુવાનોને પાછળ રાખી તે પ્રકારે સિનિયર સિટીઝનો રસી મૂકાવા માટે ઉમટી રહ્યાં છે. રાજકોટ મનપા દ્વારા ઝોનલ ઓફિસે સિનિયર સિટીઝનો કોરોના વેક્સિન મૂકાવા માટે ઉમટી પડ્યા છે. બીજી તરફ એક તબીબને પ્રથમ ડોઝમાં નોંધપાત્રા એન્ટીબોડી આવ્યાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં 24 સરકારી અને 14 ખાનગી હોસ્પિટલો એમ કુલ 38 હોસ્પિટલોમાં કોરોના સામેની રસીકરણમાં પ્રથમ તબક્કાના બીજા ડોઝ, 60 વર્ષથી મોટી ઉંમરના અને 45 થી 59 વર્ષના કોમોર્બીડીટી ધરાવતા લોકો સહિત કુલ 4162 લોકોને વેક્સિન અપાઇ છે.
સોની સમાજની સોનેરી પહેલ
ફેબ્રુઆરીના અંતથી ફરી એક વખત કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના સંક્રમણને રોકવા માટે સરકાર વધારેમાં વધારે લોકોને વેક્સિન આપી રહી છે. એવામાં રાજકોટના સોની સમાજના અરવિંદભાઈ પાટડિયાએ વેક્સિનેશનને પ્રોત્સાહન આપતી એક નવી પહેલ કરી છે. આ વેક્સિનેશન કાર્યક્રમમાં જે મહિલાઓએ વેક્સિન લીધી એ દરેકને સોનાની નાકની ચૂંક ભેટમાં આપી છે. આ સાથે જ ભાઈઓને હેન્ડ બ્લેન્ડરની ભેટ આપવામાં આવી છે.
વેક્સિનની કોઈ આડઅસરના કિસ્સા હજુ સુધી નોંધાયા નથી
સિવિલ હોસ્પલિટલના તબીબ ડો.પંકજ બુચે જણાવ્યું હતું કે, આ વેક્સિનની કોઈ આડઅસરના કિસ્સા હજુ સુધી નોંધાયા નથી. પરંતુ બાળકોને જેમ વિવિધ રસી અપાય ત્યારે સામાન્ય તાવ, માથુ દુખવા જેવા લક્ષણો હોય છે તે દરેક પ્રકારની રસી મુકાવીએ ત્યારે થતા હોય છે. કોઈ પણ વ્યક્તિને કોરોના થયો હોય તેમને શરીરમાં એન્ટીબોડી આવી જતું હોય છે.
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.