ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજકોટમાં ઉત્તરાયણ મોંઘી, પતંગ-દોરીનાં ભાવમાં 35થી 40%નો ભાવવધારો, યુવાનોમાં મોદી, ગો કોરોના અને બાળકોમાં કાર્ટુન પતંગ ફેવરિટ

રાજકોટ4 મહિનો પહેલા
રાજકોટની જૂની અને જાણીતી સદર બજાર પતંગ, દોરી અને ફીરકીથી ઉભરાઇ.
  • કાગળ, પ્લાસ્ટિક, વાંસની કમાન, દોરી સહિતનું રો-મટીરીયલ મોંઘુ બન્યું
  • ઓર્ડર મુજબનો સામાન સપ્લાય નહીં થતા વેપારીઓના સ્ટોકમાં ગાબડુ
  • કોરોના વચ્ચે આ વર્ષે વેપારીઓએ રોકાણનું જોખમ ખેડ્યું

મકરસંક્રાંતિ તહેવારને હવે ગણતરીનાં દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટની બજારોમાં જથ્થાબંધ વેપારીઓને ત્યાં પતંગ, દોરી અને ફીરકીનું વેચાણ થવા લાગ્યું છે. આથી દિવ્ય ભાસ્કરની ટીમ રાજકોટ સૌથી જૂની સદર બજારમાં પહોંચી ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં લોકડાઉન બાદ શરૂ થયેલા વેપાર-રોજગારમાં રો-મટીરીયલના ભાવોમાં ધરખમ વધારો થયાનું જાણવા મળ્યું હતું. આથી આ વર્ષે પતંગ, દોરી અને ફીરકીમાં ગત વર્ષની સરખામણીએ 35થી 40 ટકાનો ભાવ વધારો હોવાનું જોવા મળ્યું હતું. પતંગ-દોરીના જથ્થાબંધ વેપારી મહેન્દ્ર પટેલે આ અંગે ખાસ વાતચીત કરી હતી

નાના વેપારીઓએ ખરીદી કરી દીધી છે
મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દોરીમાં પણ 30થી 40 ટકાનો ભાવ વધારો થતાં સાંકળ, વર્ધમાન, પાંડા, AK-56 સહિતની અનેક કંપનીની દોરીના ભાવ વધી ગયા છે. પરિણામે આ વર્ષે પતંગ રસિકોને પતંગોત્સવ વધુ મોંઘો સાબિત થશે. મકરસંક્રાંતિ તહેવાર આડે હવે ગણતરીના દિવસ બાકી ત્યારે તાલુકા લેવલના નાના છૂટક વેપારીઓએ રાજકોટ સદર બજાર સહિતના જથ્થાબંધ વેપારીઓ પાસેથી પતંગ, દોરી અને ફીરકીની ખરીદી શરૂ કરી દીધી છે. પતંગ માર્કેટમાં હાલ ખરીદીનો ધમધમાટ જોવા મળે છે.

જથ્થાબંધ પતંગ-દોરી અને ફીરકીના વેપારી મહેન્દ્રભાઇ પટેલ.
જથ્થાબંધ પતંગ-દોરી અને ફીરકીના વેપારી મહેન્દ્રભાઇ પટેલ.

આ પતંગો શહેરમાં આકર્ષણ જમાવશે
સદર બજાર સહિતનાં અનેક વિસ્તારોમાં જથ્થાબંધ સિઝન સ્ટોરમાં પતંગ, દોરી અને ફીરકીનું વેચાણ થઈ રહ્યું છે. આ વર્ષે પતંગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સાથે વિવિધ સ્લોગનવાળી પતંગોનું આકર્ષણ જોવા મળશે. આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાઓ, રસીકરણ, માસ્ક પહેરો કોરોનાથી બચો, બાય બાય 2021, વેલકમ 2022, જો બકા કોરોનાથી ડરવું નહીં ઉપરાંત વિવિધ સ્લોગન, લવ ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ સહિતના સંદેશાવાળી, કિડ્સ, અભિનેત્રીઓની તસવીરવાળી પતંગો સાથે દોરી અને ફીરકીનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.

ઉત્તરાયણ નજીક આવતા જ સદર બજારની રોનક ખીલી.
ઉત્તરાયણ નજીક આવતા જ સદર બજારની રોનક ખીલી.

100 મીટર રીલને માંજો પાવાના ભાવમાં રૂ.20નો વધારો
રાજકોટમાં છેલ્લા ઘણા દિવસોથી વિવિધ સ્થળોએ કુશળ કારીગરો પતંગ ઉડાવવા માટેની દોરીને ધારદાર માંજો પાવા સાથે પાકા દોરાની ફીરકી તૈયાર કરી રહ્યા છે. વર્તમાન મોંઘવારીને ધ્યાને લઇ આ વર્ષે કારીગરોએ દોરી પીવડાવવાના ભાવમાં વધારો કર્યો છે. રાજકોટમાં દોરીને માંજો પીવડાવી અનેક પરપ્રાંતીય કુશળ કારીગરોએ દર વર્ષે રોજીરોટી મેળવે છે. આ વર્ષે આગામી ઉત્તરાયણ તહેવાર પહેલા વિવિધ સ્થળોએ લાકડાના સ્થંભ અને પોલ સાથે દોરીને માંજો પીવડાવવા દિવસભર શ્રમ કરી રહ્યા છે. ગત વર્ષે 1000 મીટર રીલને માંજો પાવાનો ભાવ રૂ.40 હતો અને આ વર્ષે તેમાં રૂ.20નો વધારો કર્યો છે.

અવનવી પતંગોએ બજારમાં આકર્ષણ જમાવ્યું.
અવનવી પતંગોએ બજારમાં આકર્ષણ જમાવ્યું.

રો-મટિરિયલ મોંઘુ થતા ભાવ વધારો થયો
આગામી મકરસંક્રાતિ તહેવારની બજારોમાં દસ્તક જોવા મળી રહી છે. જથ્થાબંધ વેપારી પાસેથી નાના-મોટા છૂટક વેપારીઓએ પતંગ-દોરી સહિતનો માલ ખરીદવા લાગ્યા છે. ત્યારે આ વર્ષે પતંગ-દોરીમાં 20થી 25 ટકા જેવો ભાવ વધારો હોવાનું સદર બજાર શિવ સીઝન સ્ટોરના માલીક સન્મુખભાઇએ જણાવ્યું હતું. આ વર્ષે ભાવ વધારાના કારણ અંગે સન્મુખભાઇનાં જણાવ્યા પ્રમાણે કાગળ, પ્લાસ્ટિક અને વાંસની સળીઓ ઉપરાંત કપાસના ભાવ વધારાના પગલે દોરીનાં ભાવમાં રો-મટિરિયલમાં થયેલા ભાવ વધારાના કારણે પતંગ, દોરી અને ફીરકી વધુ મોંઘી બની છે.

બાળકોમાં કાર્ટૂન પતંગની માગ વધારે.
બાળકોમાં કાર્ટૂન પતંગની માગ વધારે.
વેલકમ 2022ની પતંગની પણ ભારે ડિમાન્ડ.
વેલકમ 2022ની પતંગની પણ ભારે ડિમાન્ડ.