સ્વાદરસિકો આ જરૂર વાંચે:વોશિંગ પાઉડરનો ઉપયોગ, દાઝ્યા તેલમાં તળેલા અને પસ્તી પેકિંગમાં હોય તો ગાંઠિયા ન લેવા, કોઈ વેચાણ કરે તો 5 લાખનો દંડ અને 6 માસની સજા

રાજકોટ3 મહિનો પહેલા
  • દિવ્ય ભાસ્કરની ફૂડ ઈન્સ્પેકટર અને નાયબ આરોગ્ય અધિકારી સાથે એક્સક્લૂઝિવ ચર્ચા
  • ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ બદલ આજીવન કેદ સુધીની સજા થશે

રાજકોટમાં મનપાની આરોગ્ય શાખાએ ખાણીપીણીબજારમાં ચકાસણી સાથોસાથ હોટલ, ફરસાણની દુકાનોમાં વેક્સિનેશનની કામગીરી પણ ચાલુ રાખી છે. ત્યારે શહેરમાં ઘણા ધંધાર્થીઓને ત્યાં આરોગ્ય શાખાએ દરોડો પાડતાં વાસી દાઝ્યું તેલ અને ગાંઠિયામાં વોશિંગ સોડાનો ઉપયોગ થતો જોવા મળ્યો હતો. તો ગાંઠિયા ખાવામાં નાગરિકોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ અને મનપા દ્વારા એનો રેપિડ ટેસ્ટ કઈ રીતે થાય છે તથા એની ફૂડ સેફટીના નિયમો શું છે, આ અંગે દિવ્ય ભાસ્કરે ફૂડ ઈન્સ્પેકટર કે.જે.સરવૈયા અને નાયબ આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડ સાથે ચર્ચા કરી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

ગાંઠિયામાં વપરાતું તેલ 25 CTC કરતાં ઓછું હોવું અનિવાર્ય છે.
ગાંઠિયામાં વપરાતું તેલ 25 CTC કરતાં ઓછું હોવું અનિવાર્ય છે.

દિવ્ય ભાસ્કર: ગાંઠિયામાં ભેળસેળએ કઈ રીતે ખબર પડે

ફૂડ ઈન્સ્પેકટર: ખાસ તો અમે ચેક કરીએ છીએ કે ગાંઠિયામાં તેલ કેટલું છે ? એના ચોક્કસ ફેરમીટર કરતાં દાઝ્યું તેલ વધુ હોય તો એ ગાંઠિયા આરોગવા લાયક નથી.
નાયબ આરોગ્ય અધિકારી: ગાંઠિયામાં સૌથી અગત્યની બાબત એ છે કે એ કયા તેલમાંથી બનાવવામાં આવે છે. એમાં કયા તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ માટેનું બોર્ડ મારવું ફરજિયાત છે. એમાં વપરાતું તેલ 25 CTC કરતાં ઓછું હોવું અનિવાર્ય છે. ગાંઠિયા બનાવવામાં ખાવાના સોડાનો ઉપયોગ કરવો જરૂરી છે.

ફૂડ ઈન્સ્પેકટર કે.જે.સરવૈયા.
ફૂડ ઈન્સ્પેકટર કે.જે.સરવૈયા.

દિવ્ય ભાસ્કર: ફાફડા-જલેબીનો ટેસ્ટ કઈ રીતે થાય છે ?

ફૂડ ઈન્સ્પેકટર: ફાફડા-જલેબીની વાત કરીએ તો એમાં કયા પ્રકારના કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને મસાલો કયો નાખ્યો છે એમાં તેની અમે તપાસ કરીએ છીએ.
નાયબ આરોગ્ય અધિકારી: જલેબી માટે દરેક ધંધાર્થી માટે બોર્ડ મારવું ફરજિયાત છે કે એ શુદ્ધ ઘીમાંથી બને છે કે નહિ અને એ કયા તેલનો ઉપયોગ કરવામાં આવે છે. ભડકીલા કલરનો જલેબીમાં ઉપયોગ કરવો હાનિકારક છે.

ગાંઠિયાને છાપાંની પસ્તીમાં ખાવાથી હાનિકારક રોગ થઈ શકે છે: નાયબ આરોગ્ય અધિકારી
ગાંઠિયાને છાપાંની પસ્તીમાં ખાવાથી હાનિકારક રોગ થઈ શકે છે: નાયબ આરોગ્ય અધિકારી

દિવ્ય ભાસ્કર: ખાણીપીણીનું રેપિડ ટેસ્ટ કઈ રીતે થાય છે ?

ફૂડ ઈન્સ્પેકટર: અમારી પાસે ચોક્કસ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેના માધ્યમથી અમે સ્થળ પર ખોરાકની તપાસ કરીએ છીએ.
નાયબ આરોગ્ય અધિકારી: દરેક ફરસાણની આઇટમમાં સરકારે ચોક્કસ પ્રકારનો માપદંડ આપ્યો છે. કેટલીક છૂટ આપેલી છે, પરંતુ એમાં જે કલરનો ઉપયોગ થયો છે એની તપાસ અમારા મશીનમાં થાય છે અને એનું ટેસ્ટિંગ અમે કરીએ છીએ અને જો એ અયોગ્ય ગણાય તો દંડ ફટકારીએ છીએ

જલેબી માટે દરેક ધંધાર્થી માટે બોર્ડ મારવું ફરજિયાત છે કે એ શુદ્ધ ઘીમાંથી બને છે કે નહિ
જલેબી માટે દરેક ધંધાર્થી માટે બોર્ડ મારવું ફરજિયાત છે કે એ શુદ્ધ ઘીમાંથી બને છે કે નહિ

દિવ્ય ભાસ્કર: દંડની શું જોગવાઈ છે ?
ફૂડ ઈન્સ્પેકટર: ગુણવત્તા પ્રમાણે અથવા ખોરાક નક્કી તત્ત્વ નહીં હોય તો 1 લાખનો દંડ અને છ મહિનાની કેદની જોગવાઈ છે.
નાયબ આરોગ્ય અધિકારી: એકવાર ગુનો કર્યો હોય અને ફરી પાછો ગુનો કરતો પકડાય તો બમણી સજાની જોગવાઈ

ચોક્કસ ફેરમીટર કરતાં દાઝ્યું તેલ વધુ હોય તો એ ગાંઠિયા આરોગવા લાયક નથી.
ચોક્કસ ફેરમીટર કરતાં દાઝ્યું તેલ વધુ હોય તો એ ગાંઠિયા આરોગવા લાયક નથી.

દિવ્ય ભાસ્કર: લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ

ફૂડ ઈન્સ્પેકટર: લોકોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે કે તેઓ જે ચીજવસ્તુઓ આરોગે છે એની જગ્યાની ચોખ્ખાઈ જોવી જરૂરી છે. ગુજરાત સરકારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી એકટને અમલમાં મૂકીને અધિકારીઓ તેમજ કર્મચારીઓને નવા નિયમો પ્રમાણે તાલીમ આપવાની કાર્યવાહી શરૂ કરી છે. નવા કાયદાના આધારે ભેળસેળયુક્ત ખોરાકથી લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય તો તેવા વ્યાપારીઓને કડક સજા કરવામાં આવશે.
નાયબ આરોગ્ય અધિકારી: લોકોને હું એ સૂચના આપીશ કે ગાંઠિયાને છાપાંની પસ્તીમાં ન લેવા, કારણ કે એમાં ઇન્ક હોય છે. ગાંઠિયામાં રહેલા તેલને કારણે એ ઇન્ક ગાંઠિયા સાથે ચોંટી જાય છે અને એ આપણા પેટમાં જાય છે. ગાંઠિયા પર જે મરી મસાલો નાખવામાં આવે છે એનો ઉપયોગ ટાળવો જોઇએ, કારણ કે એ પપૈયામાંથી નિર્મિત થાય છે અને એતે શરીર માટે હાનિકારક છે.