તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં પ્રથમ પ્રયોગ:ડેપ્યૂટી કલેક્ટરે રેમડેસિવિર બગડે નહીં તેથી પાણીના પાઉચનો આઇસપેક તરીકે ઉપયોગ કરવાનો નવતર પ્રયોગ કર્યો

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાણીના પાઉચ સાથે મૂકેલુ રેમડેસિવિલ ઇન્જેક્શન - Divya Bhaskar
પાણીના પાઉચ સાથે મૂકેલુ રેમડેસિવિલ ઇન્જેક્શન
  • નવી બ્રાન્ડને 2થી 8 ડિગ્રી તાપમાન જાળવવું ફરજિયાત

રેમડેસિવિર ઈન્જેક્શનની સતત અછત વર્તાઈ રહી છે. તંત્ર આ માટે જે પણ કંપની તરફથી મળે તે ઈન્જેક્શન મેળવી રહી છે. ઘણા સમયથી ઈન્જેક્શન પાઉડર તરીકે આવતું જેમાં પાણી નાખીને ઈન્જેક્શન તૈયાર કરાતું પણ હવે સીધા લિક્વિડ ફોર્મમાં જ ઈન્જેક્શન આવવાના શરૂ થયા છે, પણ તે ઈન્જેક્શન ફરજિયાત 2થી 8 ડિગ્રીની વચ્ચેના તાપમાને રાખવા પડે નહીંતર બગડી શકે છે. તેના માટે ઈન્જેક્શન વિતરણ કરવા રાજકોટમાં પાણીના પાઉચનો ઉપયોગ કરાયો છે.

ઇન્જેક્શન લેવા આવેલા તેમની પાસે આઇસપેક નહોતા
સિદ્ધાર્થ ગઢવી જણાવે છે કે, ‘હોસ્પિટલના કર્મચારીઓ ઈન્જેક્શન લેવા આવે ત્યારે આઈસપેક લઈને આવે છે પણ રાજકોટમાં દૈનિક 400 જેટલા રેમડેસિવિર હોમ આઈસોલેશનના દર્દીઓ માટે વિતરીત કરાય છે અને તે લેવા માટે દર્દીના સ્વજનો આવે છે અને તેમની પાસે આઈસપેક હોતા નથી. પ્રથમ દિવસે તો આઈસપેક અપાયા પણ તે ખૂટી ગયા હતા. પછી આઈસક્રીમ બોક્સમાં બરફના ટુકડા રાખતા હતા પણ દર વખતે બરફ તોડવો અને પેક કરવું શક્ય ન હતું. ઘણા મંથન બાદ પાણીના પાઉચનો વિચાર આવ્યો આ અંગે આરોગ્ય નાયબ નિયામક ડો. રૂપાલી મહેતા અને ફાર્માસિસ્ટ રજનીકાંત ડોબરિયા સહિતના એક્સપર્ટ સાથે ચર્ચા કરી હતી અને પછી નિર્ણય લીધો.

મોટી ઝિપ બેગમાં પાઉચ ભરી તાપમાન જાળવ્યું
તેથી જે લોકો પાસે જૂનો સ્ટોક હતો અથવા તો જે જિલ્લામાં પ્રતિબંધ નથી ત્યાંથી પાઉચ મગાવ્યા અને તેને ફ્રીઝરમાં જમાવી દીધા હતા. પાઉચને એક ઝિપ બેગમાં રાખ્યા અને તેને મોટી ઝિપ બેગમાં પેક કરી તેની સાથે ઈન્જેક્શન મૂક્યું જેથી તાપમાન જળવાઇ રહ્યું હતું. એકાદ કલાક સુધી વાંધો ન આવે પણ કોઇ ગામડેથી આવ્યું હોય અથવા વાર લાગે તો આવી અઘરી સ્થિતિમાં એક ઈન્જેક્શન પણ બગડે તે યોગ્ય નહિ તેથી આ પ્રયોગ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો