તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:રાજકોટમાં મ્યુની.કમિશનરે ત્રણ પ્રોજેક્ટ પૂર્ણ કરવા તાકીદ કરી, કલેક્ટરે કોરોનામાં માતા-પિતા ગુમવનાર અનાથ બાળકોની વિગત એકઠી કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
મ્યુનિ. કમિશનર અમિત અરોરા (ડાબી તરફ) અને કલેકટર અરૂણ મહેશ બાબુ (જમણી તરફ) - Divya Bhaskar
મ્યુનિ. કમિશનર અમિત અરોરા (ડાબી તરફ) અને કલેકટર અરૂણ મહેશ બાબુ (જમણી તરફ)
  • ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ અંતર્ગત કલેક્ટરે બેઠક યોજી

રાજકોટમાં આજે વહીવટી તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું હતું. જેમાં સવારે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જેટકો ચોકડી પાસે અને રૈયાધાર ખાતે બની રહેલા નવા બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કાલાવડ રોડ પર આત્મિય કોલેજની બાજુમાં બની રહેલા નવા ઈ.એસ.આર.ની કામગીરી સમીક્ષા કરી હતી. આ ત્રણેય પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ કરવા દિવસ-રાત કામગીરી આગળ ધપાવવા સૂચના આપી હતી. તો બીજી તરફ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કોરોનામાં માતા-પિતાના અવસાનથી અનાથ બનેલા બાળકોને ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’નો લાભ મળે એ અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી.

ગેસને મીક્ષ કરી ક્લોરીન વોટર બનાવવામાં આવશે
આજે મ્યુનિ. કમિશનરે રૈયાધાર ખાતેના હયાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયા નિહાળી હતી અને કેમિસ્ટ એ. બી. જાડેજા પાસેથી પૂરક માહિતી પ્રાપ્ત કરી હતી. જેમાં વેક્યુમ ફીડ ક્લોરીનેશન સિસ્ટમની માહિતીનો પણ સમાવેશ થતો હતો. આ સિસ્ટમ મુજબ VFCમાં પાણીની મોટર વડે વેક્યુમ ઉત્પન્ન કરી ક્લોરીન ટનલમાંથી ક્લોરીન ગેસ ખેંચવામાં આવે છે. ત્યારબાદ રેગ્યુલેટર વડે મીક્ષિંગ ચેમ્બરમાં પાણી સાથે ક્લોરીન ગેસને મીક્ષ કરી ક્લોરીન વોટર બનાવવામાં આવે છે.

કલેક્ટર અરૂણ મહેશ બાબુએ બેઠક યોજી હતી
કલેક્ટર અરૂણ મહેશ બાબુએ બેઠક યોજી હતી

ક્લોરીન લીકેજના અકસ્માત નહિવત થશે
જેનો ઉપયોગ પ્રિ-ક્લોરીનેશન તથા પોસ્ટ ક્લોરીનેશન માટે કરવામાં આવે છે. વેક્યુમ ઉત્પન્ન થયા બાદ જ ક્લોરીન ટનલમાંથી ક્લોરોન ગેસ આગળ વધારો હોય, ક્લોરીન લીકેજના અકસ્માત નહીવત થવા પામે છે. તેમ છતાં અકસ્માતે ક્લોરીન લીકેજની ઘટના સમયે ઓટો શટ ઓફ વાલ્વ સિસ્ટમ હોવાના કારણે ક્લોરીન ટનલ પરનો વાલ્વ એર મોટર વડે બંધ થઇ જતા ક્લોરીન લીકેજ તુરંત કાબુમાં આવી જાય છે.

મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સમીક્ષા કરી હતી
મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સમીક્ષા કરી હતી

માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોનો સર્વે કરવા જણાવ્યું
કલેક્ટર કચેરી ખાતે કલેકટરે ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ અમલી બનાવવામાં બેઠક યોજી હતી. જેમાં રાજકોટ જિલ્લાના 0થી 18 વર્ષ સુધીના લાભાર્થી એક પણ બાળક આ યોજનાના લાભથી વંચિત રહી ન જાય તેની કાળજી રાખવા અનુરોધ કર્યો હતો. આ માટે તેમણે રેલ્વે સ્ટેશન-બસ સ્ટેન્ડ સહિતના સ્થળોની આસપાસ રહેતા આવા અનાથ બનેલા બાળકો હોય તો તેનો પણ સંપર્ક કરવા તથા આ માનવતાના કાર્યને ઝૂંબેશના રૂપમાં ઉપાડવા તેમજ પ્રત્યેક ગામમાં પણ કોરોનાના સમયમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોનો સર્વે કરી તેની યાદી સબંધિત વિભાગને પહોંચાડવા જણાવ્યું હતું.

કલેકટરે ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ અમલી બનાવવામાં બેઠક યોજી
કલેકટરે ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ અમલી બનાવવામાં બેઠક યોજી

193 બાળકોની અરજી પ્રાપ્ત થઈ
આ બેઠકમાં ઉપસ્થિત મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલે રાજકોટ જિલ્લામાં ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ અંતર્ગત સબંધિત વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં જિલ્લા બાળ સુરક્ષા એકમને કોરોનાના સમયમાં માતા - પિતા બન્ને ગુમાવનાર 0થી 5 વર્ષના અનાથ બાળકોની 3 અરજી, 6થી 10 વર્ષની વયના બાળકોની 11 અરજી અને 11થી 18 વર્ષની વયના બાળકોની 33 અરજી મળી કુલ 47 અરજી મળી છે. જ્યારે કોરોનાના સમય પહેલા એક વાલી (માતા કે પિતા) અવસાન પામ્યા હોય અને બીજા વાલી (માતા કે પિતા) નું કોરોનાના સમયમાં અવસાન થયું હોય તેવા 0થી 5 વર્ષના 27 બાળકો, 6થી 10 વર્ષના 58 બાળકો અને 11થી 18 વર્ષની વયના 108 બાળકો મળી કુલ 193 બાળકોની અરજી પ્રાપ્ત થઈ છે

મ્યુનિ. કમિશનરે ત્રણેય પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ કરવા તાકીદ કરી
મ્યુનિ. કમિશનરે ત્રણેય પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ કરવા તાકીદ કરી
અન્ય સમાચારો પણ છે...