તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રાજકોટ ગ્રામ્યના નિવૃત્ત રમતવીરોને પેન્શન મેળવવા અંગેની અરજી મોકલવા તાકીદ

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા નિવૃત્ત રમતવીરોને રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપવા બદલ નિવૃત્ત રમતવીરોને પેન્શન આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાતના વતની હોય અને 50 વર્ષથી વધુ વયના નિવૃત્ત રમતવીરો પેન્શન મેળવવા માટે અરજી કરી શકશે. રૂ. 3 હજારનું પેન્શન ચુકવાશે. અરજી ફોર્મ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રાજકોટ ગ્રામ્ય 5/5 બહુમાળી ભવન, રેસકોર્સ રોડ રાજકોટ ખાતેથી મેળવી લેવાની રહેવાના રહેશે. સંપૂર્ણ વિગત સાથે બે નકલમાં તા. 30/9 સુધીમાં કચેરી ખાતે મોકલવાનું રહેશે. તેમ જિલ્લા રમતગમત અધિકારી પ્રવીણા પાંડાવદરાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...