તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપના નારાજ કાર્યકરનો વલોપાત:રાજકોટ શહેર ભાજપ પ્રમુખને ગાળો આપનાર સસ્પેન્ડેડ વોર્ડ નં.14ના પ્રમુખની પાટીલને સંબોધતી પોસ્ટ વાઇરલ, કહ્યું- મારુ અહિત થતા હું મારા પરથી કાબૂ ગુમાવી બેઠો

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપના ઉમેદવાર જાહેર થયા ત્યારે રાજકોટ વોર્ડ નં.14ના પ્રમુખે શહેર ભાજપના પ્રમુખને ગાળો આપી હતી. (સર્કલમાં) - Divya Bhaskar
ભાજપના ઉમેદવાર જાહેર થયા ત્યારે રાજકોટ વોર્ડ નં.14ના પ્રમુખે શહેર ભાજપના પ્રમુખને ગાળો આપી હતી. (સર્કલમાં)
  • આ વખતે મારી ટિકિટ નક્કી છે તેવું છેક સુધી મને જયમનભાઈ ઉપાધ્યાય તરફથી કહેવામાં આવ્યું
  • વોર્ડ નં. 14માં ખુલ્લેઆમ ગુંડારાજ ચાલે છે અને યોગ્યતાને આધારે ટિકિટ ફાળવવામાં આવી નથી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને રાજકોટ મનપાના ભાજપના ઉમેદવારો 4 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે ઉમેદવાર તરીકે નામ ન આવતા વોર્ડ નં.14ના પ્રમુખ અનિષ જોશી કાર્યાલય ખાતે શહેર પ્રમુખ કમલેશ મિરાણીને ચાલુ પ્રેસે ગાળો ભાંડી ચાલતી પકડી હતી. બાદમાં કમલેશ મિરાણીએ ગેરશિસ્ત બદલ તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. આથી અનિષ જોશીએ સોશિયલ મીડિયામાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સંબોધીને બે પોસ્ટ મૂકી છે. આ બંને પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.

સી.આર. પાટીલને સંબોધી અનિષ જોશીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ કરી.
સી.આર. પાટીલને સંબોધી અનિષ જોશીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ કરી.

અનિષ જોશીએ સોશિયલ મીડિયામાં વાઇરલ કરેલી પોસ્ટ શબ્દશઃ

પ્રતિ શ્રી, સી. આર. પાટીલ સાહેબ

‘હું 1987થી ભાજપ સાથે જોડાયેલો છું, સતત 34 વર્ષથી ઉમેશભાઈ રાજ્યગુરુના સમયથી મને આપેલા દરેક કાર્યો ખંતથી અને સફળતાપૂર્વક પાર પાડ્યા છે. દરેક ચૂંટણીમાં વિધાનસભા હોય કે કોર્પોરેશન હોય મારા વિસ્તારમાં અત્યાર સુધી ભાજપને ક્યારેય કોઈ મ્હાત કરી શક્યા નથી, હું છેલ્લા દસ વર્ષથી વોર્ડ નંબર 14માં પ્રમુખ તરીકેની ફરજ બજાવી રહ્યો છું.

મને સતત અંધારામાં રાખવામાં આવ્યો
જ્યારે જ્યારે પક્ષ તરફથી અલગ અલગ ક્ષેત્રોમાં પ્રચારાર્થે મોકલવામાં આવ્યો ત્યારે મારા કાર્યકર સાથીઓ સાથે ભાજપના ધ્વજા પતાકાનું હંમેશા માન રાખ્યું છે, પરંતુ મારા કોઈ
ગોડફાધર આ ક્ષેત્રમાં નથી. જેથી આજ સુધી મને ટિકિટ મળી નથી. જો કે મને પ્રવર્તમાન વિધાનસભ્ય ખૂબ સારું માન આપે છે, આ વખતે મારી ટિકિટ નક્કી છે તેવું છેક સુધી
મને જયમનભાઈ ઉપાધ્યાય તરફથી કહેવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે નામની જાહેરાત કરવામાં આવી ત્યારે મારુ નામ ન હતું, મને સતત અંધારામાં રાખવામાં આવ્યો, આ
બાબત પક્ષનું મોવડી મંડળ જાણે છે.

પ્રમુખને મેં પ્રશ્ન પૂછ્યો જેને તેઓએ ગાળ તરીકે મૂલવ્યો
મારુ અહિત થવાથી હું મારા પરથી કાબૂ ગુમાવી બેઠો હતો અને મેં પ્રમુખને ચાલુ કાર્યક્રમે પ્રશ્ન પૂછ્યો જેને તેઓએ ‘ગાળ’ તરીકે મૂલવી...મેં તેમને પક્ષમાંથી રાજીનામું
આપવાની ચીમકી આપી...કારણ કે જે વ્યક્તિએ 33 વર્ષ સુધી પક્ષ માટે કાર્ય કર્યુ અને જ્યારે ઠરીઠામ થવાનો સમય આવ્યો ત્યારે કાપી નાખવામાં આવે તેવા સમયની મારી કેવી
મનોસ્થિતિ હશે? તે તમો અંદાજો લગાવી શકો છો. હું બહાર પ્રેસમાં મારી વાત રાખી શકતો હતો, પણ મને તે વ્યાજબી ન લાગ્યું. હું ઘરે પહોંચ્યો તો મારી બરતરફીનો હુકમ
મળ્યો જે ખૂબ અન્યાયપૂર્ણ પગલું છે. વોર્ડ નં. 14માં ખુલ્લેઆમ ગુંડારાજ ચાલે છે અને યોગ્યતાને આધારે ટિકિટ ફાળવવામાં આવી નથી. ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર
તરીકે તમારી પાસે ન્યાયની આશા રાખું છું. અત્યારે જે મારા વોર્ડમાં ટિકિટ આપવામાં આવી છે તેની નિષ્પક્ષ રીતે તપાસ કરાવો, કોણ લાયક છે અને કોણ ગેરલાયક. પછી
તમારો ફેંસલો જે હશે તે મને શિરોમાન્ય રહેશે.’

અનિષ જોશીએ સોશિયલ મીડિયામાં વાઇરલ કરેલી પોસ્ટ.
અનિષ જોશીએ સોશિયલ મીડિયામાં વાઇરલ કરેલી પોસ્ટ.

અનિષ જોશીએ બીજી પોસ્ટ પણ વાઇરલ કરી

‘પૂર્વ મેયર પૂર્વ કોર્પોરેટર વોર્ડ નં.14 ના ગદાર ડો.જૈમન ઉપાધ્યાયે વોર્ડ નં.14ના ભાજપના કાર્યકર અનિષ જોષીની પીઠ પાછળ ખંજર ભોક્યું, એવું કહેવામાં આવે છે કે ગુરુ શિષ્યની કારકિર્દી બનાવે પણ આ ગુરુએ પોતાના શિષ્યની કારકિર્દી ખતમ કરી નાખી. હું નથી આ વખતે તું જ ફાઇનલ છે એમ કહીને સતત અંધારામાં રાખ્યો, પોતાની જ્ઞાતિ માટે લડવાની તાકાત નથી .

પોસ્ટમાં ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના વખાણ કર્યા
અન્યાય સામે મૌન રેહવું એ પણ અન્યાય કરવા બરોબર જ છે. પોતાની ગેરહાજરીમાં ખાલી થયેલી બેઠક ઉપર યોગ્ય ઉમેદવારની પસંદગી કરાવવી એ તેમની નૈતિક જવાબદારી હતી. તેઓ મતદાતાઓની નાડ પારખવામાં અને દોસ્તી નિભાવવામાં નિષ્ફળ નીવડ્યા છે.રાજકોટ 70ના જાગૃત અને સન્માનિય ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ પાટીદાર જ્ઞાતિના હોવા છતાં પણ પાર્લામેન્ટ્રી બોર્ડમાં અને રાજકોટ શહેરની ભાજપની સંકલન સમિતિમાં અનિષ જોષીને વોર્ડ નં.14ની ભાજપની ફાઇનલ પેનલમાં સમાવવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતા જ રહ્યા. તેમણે જ્ઞાતિ કરતા યોગ્યતાને વધારે પ્રાધાન્ય આપ્યું .

વોર્ડ નં.14માંથી બ્રાહ્મણ જ્ઞાતિનો એકડો જ કાઢી નાખ્યો
આ ડોક્ટરે તો એની જ્ઞાતિનું નામોનિશાન વોર્ડ નં.14માંથી મિટાવી દીધું, એને વોર્ડ નં.14માંથી બ્રાહ્મણ જ્ઞાતિનો એકડો જ કાઢી નાખ્યો અને પોતાનું વ્યક્તિગત બોર્ડ નિગમ ચેરમન પદનું પાકું કરી નાખ્યું. આવી સ્વાર્થવૃત્તિ પક્ષના અને સમાજના હિતમાં નથી ‘વાહ રે ડોક્ટર તેરા ખેલ, ગજબ કી બુદ્ધિ ગજબ કા મેલ, બ્રાહ્મણવાદ કા બજા દિયા બાજા’

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો