દરોડા:ઉપલેટા મામલતદારે ભાયાવદર અને અરણી ગામે ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
30 જેટલા ગેસ સિલિન્ડર જપ્ત - Divya Bhaskar
30 જેટલા ગેસ સિલિન્ડર જપ્ત
  • બન્ને સ્થળો પરથી કુલ 30 ગેસ સિલિન્ડર સહિત રૂ. 73,550 નો મુદ્દામાલ કબ્જે

રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે મામલતદાર જી.એમ. મહાવદિયાએ ઉપલેટા તાલુકાના ભાયાવદર અને પરણી ગામેથી ગેરકાયદેસર રીતે મળી આવેલ 30 જેટલા ગેસ સિલિન્ડર કબ્જે કરી રૂપિયા 73,550નો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘરવપરાશના ગેસ સિલિન્ડર કોમર્શિયલ હેતુ માટે વેંચતા
ભાયાવદર હોળીધાર વિસ્તારમાં જય વડવાળા ઓટો શોપના માલીક દ્વારા ઇન્ડિયન ગેસના ઘરવપરાશના ગેસ સિલિન્ડર પ્રણવ ગેસ એજન્સી જામકંડોરણા ગામના ચિત્રાવડ ગામ પાસેથી મેળવી બીલ કે આધાર વગર કોમર્શિયલ હેતુ માટે મુક્ત બજારના ભાવે વેચતા કુલ 5 નંગ ગેસ સિલિન્ડર ઝડપી અને ત્યાંથી રૂ. 17,750 નો જથ્થો સીઝ કર્યો છે. જયારે અરણી ગામે શાંતિલાલ જેઠાભાઈ સભાયાની બાપા સીતારામ પાનની દુકાને ઇન્ડિયન ગેસના ઘર વપરાશના બીલ વગરના ગેસ સિલિન્ડર પ્રણવ ગેસ એજન્સી પાસેથી મેળવી કોમર્શિયલ હેતુ માટે વેચાતા હોવાનુ જાહેર થતા ભરેલા તેમજ ખાલી મળી કુલ 25 ગેસ સિલિન્ડર કબ્જે કરીને રૂ. 55,800 નો જથ્થો સીઝ કર્યો છે.

રૂપિયા 73,550નો મુદ્દામાલ સીઝ
રૂપિયા 73,550નો મુદ્દામાલ સીઝ

30 જેટલા ગેસ સિલિન્ડર સીઝ
આમ ઉપલેટા મામલતદારે કુલ 30 જેટલા ગેસ સિલિન્ડર સીઝ કરીને રૂ. 73,550 નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપલેટા મામલતદાર દ્વારા ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરની આ પ્રકારની કામગીરી ઝડપવાની સાથે જ ઉપલેટા પંથકના આ પ્રકારની પ્રવૃત્તિ કરતા અન્ય લોકોમાં અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો હોવાનું પણ સામે આવી રહ્યું છે.