મિત્રએ મિત્રને જેલમાં પૂરાવ્યો:​​​​​​​ઉપલેટામાં ચેક બાઉન્સ કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી, ફરિયાદીને રૂ.90,000 પાછા આપવાનો આદેશ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉપલેટા કોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
ઉપલેટા કોર્ટની ફાઈલ તસવીર
  • મિત્રએ ઉછીના લીધેલા 90,000ના બદલામાં આપેલો ચેક બાઉન્સ થયો હતો

ઉપલેટા કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ રૂપિયા 90,000 ફરીયાદીને વળતર પેટે ચુકવવા આદેશ કર્યો છે. ત્યારે આ સાથે જ જો આરોપી ચેકની રકમ ચુકવે નહીં તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટાના એડવોકેટ જે.ડી.ચંદ્રવાડીયાએ કેસ વિશે જાણકારી આપી હતી કે, ઉપલેટા ગામના રહીશ જયદીપ ભુપતભાઈ માંકડે તેના મીત્ર ઉપલેટા ગામના રહીશ આશિષ સૈઈજાને રૂપિયા 90,000 ઉછીના આપ્યા હતા. જે રકમ ચુકવવા માટે આશિષે ચેક લખી આપ્યો હતો. જે બાદ ચેક ફરીયાદીએ વટાવવા માટે રજુ કરતા ચેક અપૂરતા બેલેન્સના કારણે રિટર્ન થતા ફરીયાદીએ ઉપલેટાના એડવોકેટ જે.ડી. ચંદ્રવાડીયા મારફત ઉપલેટાની કોર્ટેમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબ ફરીયાદ દાખલ કરી હતી.

જે કેસ ઉપલેટાની કોર્ટમાં ચાલી રહ્યો હતો. ફરીયાદીના એડવોકેટ જે.ડી. ચંદ્રવાડીયાએ ફરીયાદીના સમર્થનમાં રજૂઆત મૂકી હતી. પુરાવા ઉપરાંત સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓને નામદાર કોર્ટે માન્ય રાખીને આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂ.90,000 નું વળતર ચુકવવા હુકમ કર્યો છે. તથા જો આરોપી ચેકની રકમ ચુકવે નહીં તો વધારાની ત્રણ માસની સજાનો ન્યાયિક હુકમ ફરમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...