રાજાશાહી વખતનો જર્જરિત પુલ બંધ:ઉપલેટા તંત્રે અચાનક પાટણવાવ રોડ બંધ કરતા સ્થાનિકોમાં રોષ,વૈકલ્પિક રસ્તો ન હોવાથી હોબાળો મચાવ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્થાનિકો ચિંતામાં મુકાયા હતા - Divya Bhaskar
સ્થાનિકો ચિંતામાં મુકાયા હતા

રાજકોટ જિલ્લાના ઉપલેટાને જૂનાગઢ સાથે જોડતા રસ્તા પર રાજાશાહી વખતનો મોટો પુલ જર્જરિત હોવાથી વાહનચાલકોને જીવનાના જોખમે પુલ પરથી પસાર થવું પડી રહ્યાના અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. ત્યારે આ પુલનું સમારકામ જલ્દીથી કરવામાં આવે તેવી માગ લોકો દ્વારા કરવામાં આવી રહી હતી. જેને પગલે આજે ઉપલેટા તંત્ર સફાળું જાગ્યું હોય તેમ પાટણવાવ રોડ બંધ કરી દીધો હતો. જો કે અચાનક રસ્તો અચાનક બંધ થઈ જતા સ્થાનિકો ચિંતામાં મુકાયા હતા અને વૈકલ્પિક રસ્તો ન હોવાથી જાતે જ રસ્તો ખોલી હોબાળો મચાવ્યો હતો.

ઉપલેટા નજીક પુલ જર્જરિત હાલતમાં.
ઉપલેટા નજીક પુલ જર્જરિત હાલતમાં.

પુલની હાલત અતિ દયનીય સ્થિતિમાં
મોરબીનો ઝુલતો પુલ અચાનક તૂટી જવાથી અનેક લોકોએ પોતાના સ્નેહીઓ અને પરિવારના સદસ્યોને ગુમવવાનો વારો આવ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક આવેલ રાજાશાહી વખતનો મોટો પુલ કે જે ઉપલેટા શહેર વિસ્તારથી અન્ય ગામડાઓ જેવા કે ચીખલીયા, મોટીમારડ, સમઢીયાળા, પાટણવાવ, માણાવદર, વંથલી, જૂનાગઢ સહિતના અસંખ્ય ગામડાઓને જોડતા પુલની હાલત અતિ દયનીય સ્થિતિમાં છે.

પુલની દીવાલો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે.
પુલની દીવાલો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે.

પુલની બન્ને બાજુએથી રેલીંગ તૂટેલ છે
આ પુલ હાલ અતિ જર્જરિત હાલતમા જોવા મળે છે. જેમાં આમ જોઈએ તો આ પુલ તૂટી ગયેલ હોવાનું પણ સ્પષ્ટ રીતે દેખાય છે. જેમાં આ પુલ કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જી અને અનેક ગામો અને તેમાં રહેલા લોકોનો રસ્તો બંધ કરી કોઈનો જીવ પણ લઈ શકે છે. ત્યારે આ પુલ પરથી કાયમી માટે હજારોની સંખ્યામા નાના-મોટા વાહનો, વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત રોજમદારી માટે આવન-જાવન કરતા લોકો આ પુલ પરથી પસાર થાય છે. જેમાં હાલ અતિશય જર્જરિત હાલત હોવાથી પુલ પરથી લોકોને પોતાના જીવનના જોખમે પસાર થવુ પડી રહ્યું છે. ત્યારે આ અંગે લોકોના જણાવ્યા અનુસાર આ પુલની બન્ને બાજુએથી રેલીંગ તૂટેલ છે અને આ પુલ ક્યારે તૂટી જાય તે નક્કી નથી.

વૈકલ્પિક રસ્તો ન હોવાથી જાતે જ રસ્તો ખોલી હોબાળો મચાવ્યો
વૈકલ્પિક રસ્તો ન હોવાથી જાતે જ રસ્તો ખોલી હોબાળો મચાવ્યો

જવાબદાર તંત્રને કોઈની પડી નથી
આ પુલની ખરાબ સ્થિતિની લઈને અહીંના તેમજ આસપાસના પંથકના લોકો તેમજ રાહદારીઓ અને આગેવાનો સહિત સૌ કોઈએ આ પુલની મરામત અને સાર સંભાળ લેવા અનેક વખત તંત્રને રજૂઆત કરી છે તેવું પણ સ્થાનિકોએ જણાવ્યું છે. ત્યારે આ જવાબદાર તંત્રને કોઈની પડી નથી તેવું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.

જર્જરિત હોવા છતાં લોકોને પુલ પરથી પસાર થલું પડે છે.
જર્જરિત હોવા છતાં લોકોને પુલ પરથી પસાર થલું પડે છે.

પુલ તૂટે તો મોટી જાનહાનિ સર્જાઈ શકે
ઉપલેટા શહેર તેમજ જૂનાગઢ સહિતના જિલ્લા અને તાલુકાઓને જોડતો તેમજ ગામડાઓને જોડતો આ એકમાત્ર પુલ છે. જે હાલ મરણ પથારીએ દેખાય રહ્યો છે. ત્યારે જો આ પુલ તૂટી જાય તો મોટી જાનહાનિ સર્જાઈ તેવી પરિસ્થિતિનું નિર્માણ પામે તેમ છે. જેથી લોકોનું કહેવું છે કે જવાબદાર તંત્ર મોરબી જેવી ઘટના ઉપલેટામાં બને તે પહેલા રિપેર કરીને સમારકામ કરે તેવી માગ કરી રહ્યા છે અને સાથે જ કોઈ ઘટના બને તે પહેલા તંત્ર તાત્કાલિક જાગી અને કાર્વાહી શરૂ કરે તેવી માગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...