લગ્ન પહેલા જ કાળ ભરખી ગયો:ઉપલેટા પાસે ચાલુ ઇકો કારનું ટાયર ફાટ્યું, એક બાજુનો આખો ભાગ ચીરાઇ ગયો, ફરવા નીકળેલા ભાવિ દંપતીનું મોત, 2ને ગંભીર ઇજા

ઉપલેટા2 મહિનો પહેલા
કારનો એક બાજુનો આખો ભાગ જ ચીરાઇ ગયો હતો.
  • પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કારનું અચાનક ટાયર ફાટતા ગંભીર અકસ્માત થયો

રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કારનું અચાનક જ ટાયર ફાટતા પલ્ટી મારી ઢસડાઇ હતી અને કારનો એક બાજુનો આખો ભાગ જ ચીરાઇ ગયો હતો. પોરબંદર હાઈવેથી ઉપલેટા તરફ ઇકો કાર આવી રહી હતી અને તેમાં પાંચ લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં ફરવા નીકળેલું ભાવિ દંપતી લિખિતાબેન કમલેશભાઈ નિમાવત અને અર્જુનભાઈ કૌશિકભાઈ નિરંજનીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા ઉપલેટા સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. પરંતુ બેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયા છે.

મૃતક ભાવિ દંપતીની ફાઇલ તસવીર.
મૃતક ભાવિ દંપતીની ફાઇલ તસવીર.
કારનો એક બાજુનો આખો ભાગ જ ચીરાઇ ગયો હતો.
કારનો એક બાજુનો આખો ભાગ જ ચીરાઇ ગયો હતો.

ઇજાગ્રસ્તોને રાજકોટ ખાતે ખસેડાયા
પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર હાઈવે તરફથી ઉપલેટા બાજુ આવી રહેલી ઇકો કારનું અચાનક ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટવાને કારણે કાર પલ્ટી મારી ગઈ હતી. કારમાં સવાર બે લોકોના મોત થયા છે. જેમાં એક યુવક અને એક યુવતી સામેલ છે. આ બંનેની સગાઈ થઇ ગઇ છે અને થોડા સમય પછી જ લગ્ન કરવાના હતા. જ્યારે અન્ય ત્રણને પણ ઈજા પહોંચી છે. ભાવિ દંપતીના મોતની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં અકસ્માતમાં ઈજાઓ પહોંચેલ ત્રણ વ્યકિતઓમાંથી બે વ્યક્તિને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

બે વ્યક્તિને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા
બે વ્યક્તિને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ગણોદ પાટીયા નજીક દ્વારકેશ હોટલ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારના એક ભાગના પતરા ચીરાઇ ગયા હતા. અકસ્માતની જાણ થતા 108 તેમજ હાઇવે પેટ્રોલિંગ, મેડિકલ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને ઉપલેટા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઈજાગ્રસ્તોને ઉપલેટા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
ઈજાગ્રસ્તોને ઉપલેટા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

રક્ષાબંધને પણ અકસ્માતમાં 5 વર્ષની બાળકીનું મોત થયું હતું
રક્ષાબંધનના તહેવારે પણ એક બહેને પોતાની 5 વર્ષની બાળકી ગુમાવી હતી. ઉપલેટાના બાંટવામાં રહેતી મહિલા પોતાના ભાઈને રાખડી બાંધવા માટે ઉપલેટા આવી હતી. સાથે 5 વર્ષની બાળકી પણ હતી. પરંતુ રક્ષાબંધન ઉજવીને ભાઇ બહેન અને ભાણેજને મુકવા માટે બાઇક પર જતો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં પાંચ વર્ષની બાળકીનું મોત થયું હતું અને ભાઇ-બહેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

13 દિવસ પહેલા રાજકોટમાં અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું હતું
13 દિવસ પહેલા રાજકોટ નજીક ગવરીદળમાં હાઇવે પર રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં એક ઇકો કાર ઉભી રહી હતી, કારમાંથી પુરૂષો ચા નાસ્તો કરવા નીચે ઉતર્યા હતા જ્યારે મહિલાઓ કારમાં બેઠી હતી, આ સમયે જ એક કન્ટેઇનર પૂરપાટ ઝડપે ધસી આવ્યું હતું અને ઇકો કારને ઉલાળી હતી. કાર 25 ફૂટ સુધી દૂર ધકેલાઇ હતી અને કારનો કડુસલો બોલી ગયો હતો. કન્ટેઇનર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બે બાઇકને પણ ઉલાળ્યા હતા. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચી હતી..

ભાવિ દંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ભાવિ દંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.