ભાવવધારો:ખાનગી બસના ભાડામાં 70% સુધીનો ભાવવધારો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટથી અમદાવાદ, સુરત, વડોદરા, પુના, મુંબઈ જવા માટે લોકોનો ધસારો

દિવાળી તહેવાર પર ખાનગી બસના ભાડામાં 10 ટકાથી 70 ટકા સુધીનો ભાવવધારો જોવા કરાયો છે. રાજકોટથી અમદાવાદ, સુરત, વડોદરા, પુના, મુંબઈ જવા માટે લોકોનો ધસારો દેખાઈ રહ્યો છે.

રાજકોટથી અમદાવાદ, સુરત, વડોદરા, પુના, મુંબઈ, નાશિક, શિરડી જવા માટે લોકોનો ધસારો વધારે છે. જેને લઈને ખાનગી બસચાલકોએ ભાડામાં રૂ.50 થી 400 સુધીનો વધારો કર્યો છે. આગામી 3 અને 4 નવેમ્બરના રાજકોટથી અમદાવાદ, સુરત, વડોદરા, પુના, મુંબઈ, નાશિક, શિરડી જવા માટેની તમામ ખાનગી બસનું બુકિંગ ફુલ થઈ ગયું છે.

ડીઝલના ભાવ વધતા ભાડા વધ્યા
કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા લોકો પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન કરી લીધો છે. જેથી 3 અને 4 નવેમ્બરની તમામ ખાનગી બસ ફુલ થઈ ગઈ છે. તેમજ ડીઝલના ભાવ રૂ.106 પર પહોંચતાં નાછૂટકે ભાડા વધારવા પડ્યા છે. > જિગ્નેશભાઈ, ટ્રાવેલ્સ સંચાલક

રાજકોટથી બસનું ભાડું

રાજકોટથીજૂનુ ભાડુંહવે ભાડું
અમદાવાદ500550
વડોદરા600650
સુરત400600
નાસિક13001800
શિરડી13001800
મુંબઈ12601700
પુના14001700
અન્ય સમાચારો પણ છે...