મિલન:એક મહિનાથી ઘરેથી ગુમ થયેલા યુપીના બાળકનું પરિવાર સાથે મિલન

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશના લલિતપુર ગામે રહેતા પંદર વર્ષીય બાળક રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી પાંચ દિવસ પહેલા મળી આવ્યા બાદ અંતે રાજકોટ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. ગત તા.9-7એ રાજકોટ રેલવે પોલીસ અને ચાઇલ્ડ હેલ્પલાઇનની તપાસમાં રેલવે સ્ટેશન ખાતેથી આ બાળક મળી આવ્યા બાદ બાળકને જામનગર રોડ સ્થિત ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

દરમિયાન રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.એન.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ બાળકના વાલી વારસદારને શોધવા કાર્યવાહી હાથ ધરવામાં આવતા બાળકની પ્રાથમિક પૂછપરછમાં બાળકે શરૂઆતમાં ખોટી વિગતો આપ્યા બાદ અંતે સમજાવટ બાદ પરિવાર અંગે સાચી માહિતી આપી હતી. આ બાબતે સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરી બાળકના પરિવાર વિશે જાણકારી મળતા તેનો સંપર્ક કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...