આયોજન:ચંન્દ્રશેખર આઝાદની પ્રતિમાનું અનાવરણ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી ઘુનડા-રવાપર રોડ પર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં ક્રાંતિકારી સેના દ્વારા ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુવાનોમાં દેશભક્તિને લઈને જોશ જોવા મળ્યું હતું. અને ફટાકડા ફોડી ઉત્સાહ પુર્વક દેશને માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની પ્રતિમાનું અનાવરણ કરાયું.આ કાર્યક્રમની વિશે ચંદ્રશેખર આઝાદના પ્રપૌત્ર અમિત આઝાદજીને જાણ થતાં અમિત આઝાદજીએ વિડિયો કોલ કરીને ચંદ્રશેખર આઝાદની પ્રતિમા નિહાળી હતી. અને ક્રાંતિકારી સેનાને વધુમાં વધુ દેશભક્તિના કાર્ય કરતા રહો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...