તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ગોંડલના ચોરડી ગામે અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારતા રાજકોટના યુવાનનું મોત, 8 વર્ષથી પરિવારથી અલગ રહેતો હતો

ગોંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • મૃતકના ભાઈએ અજાણ્યા વાહનચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટના યોગેશ ચુનીભાઇ ચોટલીયા (ઉં.વ. 33) નામનો યુવાન ગોંડલ નેશનલ હાઈવે ચોરડી ગામ પાસે બાઈક પર પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા વાહને અડફેટે લેતાં ફંગોળાયને રોડ પર પડ્યો હતો. ગંભીર ઈજા પહોંચતા તેને સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. યોગેશ આઠ વર્ષથી પરિવારથી અલગ રહેતો હતો.

યોગેશ બે મહિનાથી પત્ની અને બાળકોને મૂકીને જતો રહ્યો હતો
મૃતકના ભાઈ મયુરભાઈ ચોટલીયાએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે યોગેશ છેલ્લા આઠ વર્ષથી પોતાના પત્ની અને બાળકોના પરિવાર સાથે અલગ રહેતો હતો. બે મહિનાથી પત્ની અને બાળકોને એકલા મૂકી જતો રહ્યો હતો. દરમિયાન આજે અકસ્માતમાં તેમનું મોત નીપજતા પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી.

બે મહિના પહેલા ગોંડલ નજીક અકસ્માતમાં દાદા-પૌત્રનું મોત નીપજ્યું હતું
ગોંડલ ગુંદાળા રોડ પર સંતરામ પેટ્રોલ પંપ પાસે બે મહિના પહેલા 2 બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં દાદા-પૌત્રના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. ગોંડલના રામદ્વાર બંગલા પાસે રહેતા હિતેનભાઈ પ્રવિણભાઈ વીરપરીયા (ઉં.વ.35) અને હંસરાજભાઈ કુરજીભાઈ વીરપરીયા (ઉં.વ.80)ના મોત નીપજ્યાં હતા.

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો