સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. ગિરીશ ભીમાણી ગત અઠવાડિયે અરુણાચલ પ્રદેશમાં ડીફેન્સની નેશનલ ઇન્સ્ટીટ્યુટની મુલાકાતે ગયા હતા અને ત્યાંની સાહસિક પ્રવૃતિ નિહાળી હતી. આવતા દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છાત્રો પણ આઈસ માઉન્ટેનરીંગ,રિવર સાયક્લિંગ જેવી સાહસિક પ્રવૃતિઓની તાલીમ મેળવવા ત્યાં જશે તે માટે યુનિવર્સીટી દ્વારા MOU પણ કરવામાં આવ્યા છે.
યુવક-યુવતિઓની સાહસિક પ્રવૃતિ નિહાળી
કાર્યકારી કુલપતિ ડો.ગિરીશ ભિમાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભારત સરકારના રક્ષા મંત્રાલય હસ્તકની (નિમાસ) નેશનલ ઇન્સ્ટીટ્યુટ સાથે બે વર્ષ પહેલા એમ.ઓ.યુ. થયા હતા. જે અંતર્ગત ત્રણ સિન્ડિકેટ સભ્યોને ત્યાં મુલાકાત માટે આમંત્રણ મળતા સભ્ય ધરમ કાંબલીયા સાથે ત્યાં ગયા હતા. જ્યાં ઇન્સ્ટીટ્યુટની સાથે કેમ્પ સાઈટની મુલાકાત લીધી હતી. યુવક – યુવતિઓની સાહસિક પ્રવૃતિ નિહાળી હતી.
વિદ્યાર્થીઓ અનુશાસનની સાથે સાહસિકતા પણ કેળવે
વધુમાં તેમને જણાવ્યું હતું કે, બેઝિક અને એડવાન્સ આઈસ માઉન્ટેનરીંગ, રિવર સાયક્લિંગની 21 દિવસની તાલીમ અપાય છે. જેમાં સ્પોર્ટસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તાલીમ મેળવી ચૂક્યા છે. હવે યુનિવર્સિટી સંલગ્ન પાટણવાવ એડવેન્ચર ક્લબ અંતર્ગત સાહસિક યુવાનોની પસંદગી કરી તેઓને ભવિષ્યમાં તાલીમ માટે મોકલાશે. જેથી વિદ્યાર્થીઓ અનુશાસનની સાથે સાહસિકતા પણ કેળવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.