તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • University Of Money Science Building Concludes That If The Mind Is Happy, The Brain Develops Antibodies Due To Dopamine Action.

એન્ટીબોડીની ચાવી:સૌ.યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનું તારણ, આપણા પ્રિયજન કહે શું ટેન્શન લો છો? આપણે સાથે મળીને સમસ્યાને ઉકેલી નાખીશું, ત્યારે બને છે એન્ટીબોડી

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • મન આનંદિત રહે તો મગજની ડોપામાઈન ક્રિયા થતા એન્ટીબોડી વિકસિત થાય છે
 • શરીરમાં જરૂરી રસસ્રાવો વ્યવસ્થિત જરે છે માટે શરીર તંદુરસ્ત અને મસ્ત તે જરૂરી - ડો.યોગેશ જોગસણ, અધ્યક્ષ, મનોવિજ્ઞાન ભવન

કોરોનાની સામે આજે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. તમે મન મક્કમ રાખવું જરૂરી છે. જ્યારે મનની વાત આવે છે ત્યારે આપણા બધાના મનમાં એક જ ધ્યેય હોય કે-‘હું કેવી રીતે મારા મનને સ્થિર કરું?’ તેના માટે આપણામાંના ઘણા લોકો મનને નિયંત્રણ કરવાની કળાઓનો અભ્યાસ અને તેનો ઉપયોગ કરીને આશા રાખે છે કે આ ઉપાયો આપણને નેગેટીવ વિચારોમાંથી મુક્તિ અપાવશે. જ્યારે કેટલાક લોકો મનને કાબુમાં રાખવાનો રસ્તો શોધતા હોય છે. જો આપણું મન તંદુરસ્ત તો આપણું શરીર તંદુરસ્ત. મન ખુશ હોય તો આપની ઇમ્યુનીટી પાવરફુલ રહે છે.આ અંગે સૌ.યુનિવર્સીટીના મનીવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણે તારણ આપતા જણાવ્યું હતું કે મન આનંદિત રહે તો મગજની ડોપામાઈન ક્રિયા થતા એન્ટીબોડી વિકસિત થાય છે

આ પરિબળો સંક્રમિતને જબરજસ્ત સપોર્ટ પૂરો પાડે છે
કોરોનાની બીજી લહેર અને કદાચ આવનારી ત્રીજી લહેરમાં, વેકસીનની સાથે સાથે આયુર્વેદીક નુસખા અને સમતુલીત આહારથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વિકસે છે. જે કોવિડ-19 (વાઈરસ) સામે લડવામાં મદદ કરે છે.પણ એવા કેટલાક બીજા માનસિક પરિબળો છે. જે કયાં તો વ્યક્તિને સંક્રમિત જ નથી થવા દેતાં.અથવા જો વ્યક્તિ સંક્રમિત થાય તો, એમાંથી બહાર આવવામાં વ્યક્તિને જબરજસ્ત સપોર્ટ પૂરો પાડે છે.

આ રહ્યા એ જબરદસ્ત બુસ્ટર્સ જે દિલ અને દિમાગને મજબૂત બનાવે છે.અને એન્ટીબોડી જનરેટ કરે છે

 • નજીકના, ખાસ ,અંગત મિત્રો રૂબરૂ નહીં તો ફોન ઉપર તોછડાઈથી મજાક કરે અને જૂના દિવસોની યાદ અપાવી લારી-ગલ્લા ઉપર કેવી કટીંગ ચા પીતાં અને એકબીજાના કપડાં સુધ્ધાં અદલાબદલી કરી પહેરતાં તેના સ્મરણોને તાજા કરે, અને એ સ્કુલ/કોલેજના દિવસોમાં આગળપાછળ ભમરાની જેમ મંડરાતા રહેતા ..આવી -આવી વાતો કરી આપણી અંદર ખુશીઓનો દરિયો ઠાલવી દે.
 • ખૂબ ગમતાં વિડીયોઝ,ફિલ્મો, જૂના ફોટોગ્રાફ્સના આલ્બમ જોઈને મઝા આવે.. અરે મઝા શું? હસી હસીને બેવડ વળી જઈએ.
 • કોઈપણ કારણથી ખૂબ ટેન્શનમાં હોઈએ અને મિત્ર કહે, 'છોડ ને યાર,બધું સેટ થઈ જશે.'...મૈં હૂ..ના
 • ગાતાં કે ડાન્સ કરતાં ના આવડતું હોય, તો પણ ઉટપટાગ,ગાંડુ ગબલુ જોર જોરશોરથી ગાવા માંડો ,કૂદવા મંડો
 • આપણી પ્રિયતમા/પ્રિયતમ કે જીવનસાથી કહે શું ટેન્શન લો છો? આપણે સાથે મળીને સમસ્યાને ઉકેલી નાખીશું હું તમારી સાથે જ છું પછી ચિંતા શેની?
 • મિત્રો જોક્સ કરે મજાક મસ્તી કરે અને આપણે હસી હસીને લોટપોટ થઈ જઈએ અને રોગપ્રતિકારક શકતી વધે છે.
 • ઘરમાં નાના બાળકો હોય, અને આપણને જોતાં વેત મમ્મી... ઈઈઈ પપ્પા.. આઆઆ..કહીને વાદરાના બચ્ચાંની જેમ ચોટી પડે.
 • સંતાનો મોટા હોય અને આપણને કહે "ભાઈબંધ" ચિંતા ના કરો .હવે અમે મોટા થઈ ગયા છીએ.. તમે તમારી જીદંગી મસ્તીથી જીવો. અડધી રાતે પણ અમારી જરૂર પડે તો,સંપૂર્ણ હકકથી બોલાવી લો (તમારા દિકરો/દિકરી હોવાનું અમને ગૌરવ છે)
 • શરીર છે.સાજુમાંદુ તો થાય, બધા દિવસો થોડા સરખા હોય, જે જન્મયા છે તેનું મૃત્યુ નક્કી જ છે.અહીં થી કોઈ જીવતો જવાનો નથી. અમૂલ્ય માનવજીવન મળ્યું છે તો એને સાર્થક રીતે પણ આનંદથી જીવી લેવાનું છે. અને માનવ કલ્યાણ માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પ્રભુ ચરણમાં સમજી સમર્પિત કરવાની છે...