તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોની બાયોમેટ્રિક હાજરી મશીનમાં ખામી કે અન્ય કોઈ ટેક્નિકલ કારણોસર નહીં પૂરી હોય તો ગેરહાજરી માનવામાં આવનાર હોવાનો વિવાદિત પરિપત્ર પાછો ખેંચી લેવાયો છે અને હવે કોઈ અધ્યાપકની મશીનમાં ખામીને કારણે નહીં પુરાઈ હોય તો તે અધ્યાપકની હાજરી ભવનના અધ્યક્ષ પૂરી શકશે તેવું કુલપતિએ સોમવારે મળેલી યુનિવર્સિટીના તમામ ભવનની સંકલનની બેઠકમાં જણાવ્યું હતું. આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશને રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરી પરિપત્ર રદ કરવા માંગણી કરી હતી અને સાથે સાથે નેકની કામગીરી પણ નહીં કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
તાજેતરમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર કરી આદેશ અપાયો હતો કે બાયોમેટ્રિક સિસ્ટમમાં કોઈપણ કારણોસર પંચ ઇન કે પંચ આઉટથી હાજરી પૂરવાની રહી જશે તો તે દિવસની હાજરી અંગે કોઈ રજૂઆત કરવાની રહેશે નહીં, તેમજ હાજરી ન પૂરવાના કારણે તે દિવસની ગેરહાજરી ગણવાની રહેશે.
જેની સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન દ્વારા રજિસ્ટ્રારને આ મામલે લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે આ પરિપત્ર સત્વરે રદ કરો અને જો રદ કરવા ન માંગતા હોય તો ત્વરિત ધોરણે માન્ય રાજ્ય સરકાર અને માન્ય યુજીસીના અધ્યાપકો માટેના હાજરીના નિયમો ધ્યાને લઇ તેના સંદર્ભો લઇને હાજરીના નિયમો અને વ્યવસ્થા પરિપત્રિત કરવામાં આવે જેથી અધ્યાપકો તે અનુસાર પોતાની હાજરી વર્ક ટુ રૂલ નોંધાવી શકે.
આ ઉપરાંત અધ્યાપકોએ જો આ પરિપત્ર રદ નહીં કરવામાં આવે તો નેકની કામગીરીમાંથી પણ અળગા રહેવાની ચીમકી આપી હતી. પરંતુ આખરે આ પરિપત્ર રદ કરી દેવાયો છે અને ભવનના અધ્યક્ષને હાજરી પૂરવાની મંજૂરી આપવામાં આવી છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.