એજ્યુકેશન:ધો.1થી 12ની એકમ કસોટી 30મી સુધીમાં લેવાશે, 1 નવેમ્બરથી વેકેશન

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી શાળાઓને પોતાની રીતે પરીક્ષા લેવા સરકારની મંજૂરી

તાજેતરમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટીઓનું આયોજન આખા રાજ્યમાં તમામ ખાનગી તેમજ સરકારી શાળાઓમાં એક જ સમયે એક સમાન ટાઈમટેબલ સાથે લેવાના આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ ખાનગી શાળાઓએ પોતાની રીતે એકમ કસોટી લેવાની શિક્ષણ વિભાગને માગણી કરતા સરકારે ખાનગી શાળાઓને પોતાની રીતે એકમ કસોટી લેવા મંજૂરી આપી છે. સરકારની મંજૂરી મળ્યા બાદ ખાનગી શાળાઓએ 30 ઓક્ટોબર પહેલા ધો.1થી 12ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લઇ લેવા આયોજન કર્યું છે. ત્યારબાદ 1 નવેમ્બરથી દિવાળી વેકેશન પાડી દેવાશે.

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ કહ્યું હતું કે, એકમ કસોટીઓ માટે ગ્રામ્ય, તાલુકા અને શહેરની દરેક શાળાઓમાં કોવિડને કારણે ઓનલાઈન કે ઓફલાઈન ચલાવવામાં આવેલ કોર્સની પરિસ્થિતિ અલગ-અલગ છે. જેથી શાળાઓને એકમ પરીક્ષાના અયોજન પોતાની રીતે કરવાની મંજૂરી આપી છે.

ધો.1થી 5ની પરીક્ષા ઓનલાઈન લેવા વિચારણા
દિવાળી પહેલા ધો.1થી 12ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવા શાળા સંચાલકોએ તૈયારીઓ કરી લીધી છે, પરંતુ ધો.1થી 5ના વર્ગો હજુ ઓફલાઈન શરૂ થયા નથી ત્યારે ઓનલાઈન શિક્ષણની જેમ જ પરીક્ષા પણ ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નપત્રો દ્વારા લેવા વિચારણા ચાલી રહી છે. કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર ઘેર મોકલી આપશે, વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપે તેવું પણ આયોજન વિચારણા હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...