પરીક્ષા:ધો.6થી 12ના વિદ્યાર્થીઓની સોમવારથી એકમ કસોટી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષાઓ બાદ દિવાળી વેકેશન જાહેર કરી દેવાશે

ખાનગી શાળાઓએ પોતાની રીતે એકમ કસોટી લેવાની શિક્ષણ વિભાગને માગણી કરતા સરકારે ખાનગી શાળાઓને પોતાની રીતે એકમ કસોટી લેવા મંજૂરી આપી છે. આગામી તારીખ 18મીને સોમવારથી ધો.6થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ કસોટીનો પ્રારંભ થશે. આ કસોટીના ધો. 6 થી 8ના પ્રશ્નપત્રો માધ્યમિક શિક્ષણાધિકારી અને ધો.9 થી 12ના પ્રશ્નપત્રો શિક્ષણ બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીઓને પહોંચાડી દેવામાં આવ્યા છે.

અગાઉ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટીઓનું આયોજન આખા રાજ્યમાં તમામ ખાનગી તેમજ સરકારી શાળાઓમાં એક જ સમયે એક સમાન ટાઈમટેબલ સાથે લેવાના આદેશ આપવામાં આવ્યા હતા, પરંતુ ખાનગી શાળા સંચાલકોએ પોતાની રીતે પરીક્ષા લેવાની માગણી કરતા છૂટ આપવામાં આવી હતી. સોમવારથી ધો.6થી 12ના વિદ્યાર્થીઓની એકમ કસોટી રાજકોટ શહેર અને જિલ્લાની શાળાઓમાં શાંતિપૂર્ણ રીતે લેવાય તે માટેની તૈયારીઓ પણ શિક્ષણ તંત્ર દ્વારા કરી દેવાઇ છે. એકમ કસોટી બાદ સંભવત શાળાઓમાં દિવાળી વેકેશન જાહેર કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...