પરીક્ષા શરૂ:રાજકોટમાં આજથી ધો.6થી 8 અને ધો.9થી 12ના દોઢ લાખ વિદ્યાર્થીઓની એકમ કસોટી શરૂ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • એક સરખા પ્રશ્નપત્ર સામે શાળા સંચાલકોનો વિરોધ દર્શાવતા દરેક શાળાના પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે

રાજ્યસરકારના શિક્ષણ વિભાગ દ્વારા 18 થી 27 ઓક્ટોબર સુધી સમયમાં ધોરણ 6 થી 12 ની એકમ કસોટી લેવા સૂચના આપ્યા બાદ આજથી રાજકોટમાં અંદાજે દોઢ લાખ વિદ્યાર્થીઓની એકમ કસોટી શરૂ કરી દેવામાં આવી છે. જે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોરોના સંક્ર્મણ ન થાય તે મુજબ કાળજી રાખી બેઠક વ્યવસ્થા ગોઠવી પરીક્ષા શરૂ કરી દેવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

એક સરખા પ્રશ્નપત્ર સામે શાળા સંચાલકોનો વિરોધ
રાજકોટ સહિત રાજયભરની પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં આગામી આજે તારીખ 18 ઓક્ટોબરને સોમવારથી ધો.6થી 8 અનેધો.9થી 12ની એકમ કસોટીનો પ્રારંભ થવા પામ્યો છે. રાજ્ય સરકાર તરફથી બધી શાળાઓ ખાતે એક સરખા પ્રશ્નપત્ર મોકલવાનું આયોજન કર્યું હતું પરંતુ ખાનગી શાળા સંચાલકોએ વિરોધ નોંધાવતા દરેક શાળાએ પોતાની રીતે પ્રશ્નપત્ર તૈયાર કરી એકમ કસોટી લેવા નિર્ણય કર્યો છે. જે આધારે આજથી રાજકોટમાં અંદાજિત દોઢ લાખ વિદ્યાર્થીઓની એકમ કસોટી પ્રારંભ થવા પામ્યો છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરતની શાળાઓમાં 7 જેટલા વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટે ચડી ગયા હતા. ત્યારે રાજકોટ જિલ્લાની શાળાઓમાં આ અંગેની તકેદારી રાખી કોરોનાની ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ થાય તે મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવા માટે સૂચના જાહેર કરવામાં આવી છે.

પરીક્ષા સમયે કોઈ સંક્રમિત ન થાય તે માટે આટલી તૈયારી

  • પરીક્ષા કેન્દ્ર પર દરેક વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ અપાશે.
  • કેન્દ્ર પર વિદ્યાર્થીઓને માસ્ક પહેર્યા વિના પ્રવેશ નહીં મળે.
  • પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીનું થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઈઝ કરાશે.
  • વાલીઓ મોટી સંખ્યામાં એકઠા ન થાય તે માટે જે-તે શાળાને સૂચના અપાશે.
  • સુપરવાઈઝર પણ માસ્ક અને ગ્લોઝ પહેરીને કામગીરી કરશે.
  • પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને એકસાથે નહીં છોડાય, તબક્કાવાર રવાના કરાશે.
  • શાળાની બહાર પણ વિદ્યાર્થીઓ એકઠા ન થાય તેનું ધ્યાન રખાશે.