તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાથી ચાલતી પાઠશાળા:રાજકોટમાં બે દાયકાથી ચાલતી અનોખી ‘ઝૂંપડપટ્ટી શાળા’ 570 ગરીબ બાળકોને ભણતરથી લઈ ભોજનની વ્યવસ્થા

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંધકારમાં ઉજાશ પાથરતી સેવાભાવી પ્રજ્ઞા એજ્યુકેશન સંસ્થા

ગરીબ અને તરછોડાયેલા બાળકોને પાયાના શિક્ષણથી લઈ તમામ વ્યવસ્થા પ્રજ્ઞા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ઝૂંપડપટ્ટીના બાળકો અભ્યાસથી અળગા ન રહે તેવા ઉમદા વિચાર સાથે 2002થી રોપાયેલું આ સેવાનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે. હાલ ઝૂંપડપટ્ટીના 570 બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન થઈ રહ્યું છે.

રાજકોટના સ્લમ એરિયાના શ્રમિક પરિવારના બાળકોના ભવિષ્યનું ઘડતર કરતા પ્રજ્ઞા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે જીતાત્માનંદ સ્વામીની પ્રેરણાથી અનેક બાળકોને શિક્ષણના માર્ગે વાળ્યા છે. આ સંસ્થા દ્વારા શહેરમાં અલગ- અલગ જગ્યાએ 570 જેટલા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. અતિ ગરીબ પરિવારમાંથી આવતાં બા‌ળકોના અભ્યાસમાં કોઈ કમી ન રહે તે માટે આ ટ્રસ્ટના મોભી તક્ષ મિશ્રા 2002થી સેવા આપી રહ્યાં છે. શહેરમાં અલગ- અલગ 10 જેટલી જગ્યાએ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આ ટીમ પહોંચતા જ બાળકોનો કલરવ ગૂંજવા લાગે છે. બાળકોને અભ્યાસ સાથે યજ્ઞ-ભાગવદ્દગીતા સહિતનું ધાર્મિક જ્ઞાન પણ આપવામાં આવે છે. અનેક વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી ઉચ્ચ પોસ્ટ પર નોકરી પણ કરી રહ્યા છે. ભણતર માટે આવેલ કોઈ બાળક ભૂખ્યા પેટે પરત ન જાય તે માટે દરરોજ ભોજન પણ પિરસાય છે.

હોંશિયાર બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ
જે બાળકો હોંશિયાર હોય તેમને ખાનગી શાળામાં અભ્યાસ કરાવાય છે. આ ઉપરાંત ગરીબ બાળકોને મહિનામાં એક દિવસ ફાઈવ સ્ટાર હોટેલ લઈ જવાય છે. સંસ્થાની મદદથી અભ્યાસ કરેલ વિદ્યાર્થી જ ફેકલ્ટી સ્ટાફ તરીકે ફરજ બજાવે છે.

અન્ય સમાચારો પણ છે...