રાજકોટ સત્તાનો સંગ્રામ LIVE:ડો. શાહે પૂર્વ CM રૂપાણીની હાજરીમાં ઉમેદાવારી નોંધાવી,AAPના કાર્યકરોએ ઢોલી પર રૂપિયા ઉડાડ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો.દર્શિતા શાહએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ઉમેદવારી નોંધાવી - Divya Bhaskar
ડો.દર્શિતા શાહએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ઉમેદવારી નોંધાવી

વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ભાજપ કોને ઉતારશે, કોણ કપાશે, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની બેઠક પર કોની પસંદગી થશે, તેવી અનેક અટકળો વચ્ચે ગુરુવારે ભાજપે યાદી જાહેર કરતાં જ રાજકોટના રાજકારણમાં અપસેટ સર્જાયો હતો, રાજકોટના ઇતિહાસમાં ભાજપે પ્રથમ વખત ચારેય બેઠક પર ગત ચૂંટણીના સંદર્ભમાં ચારેય નવા ચહેરાની પસંદગી કરી હતી. વિધાનસભા 68માં ઉદય કાનગડ, 69માં દર્શિતાબેન શાહ, 70માં રમેશ ટીલાળા અને 71માં ભાનુબેન બાબરિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી, આ ચારેય ઉમેદવાર આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા.એ સમયે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભાજપને કાર્યકરોને ઉત્સાહિત કરવા સભા સંબોધી હતી.જે બાદ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.આ ઉપરાંત ડો.દર્શિતા શાહએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યસભા સાંસદની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ રાજકોટના મેયરની હાજરીમાં ઉમેદવારી પત્રક ભર્યું હતું.

અગાઉ જે રીતે કામ કર્યા હતા તે રીતે જ કરીશ
થોડા સમય પહેલા આપને અલવિદા કહી કોંગ્રેસમાં આવેલા ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરુને રાજકોટ પૂર્વમાંથી ટિકિટ મળી છે. ત્યારે ઈન્દ્રનીલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, વર્ષ 2012નું પુનરાવર્તન 2022માં થશે. તેઓએ 2012માં વિધાનસભાની ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા હતા. ત્યારે તેઓ ફરી 2022 વિધાનસભાની ચૂંટણી જીતશે તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, જે રીતે મારા અગાઉના ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન મેં જે રીતના લોકોના કામ કર્યા હતા તે રીતના ફરી હું કામ કરીશ.

આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ
વધુમાં જણાવ્યું હતું કે, મેં મારા અગાઉના ધારાસભ્ય તરીકે કાર્યકાળ દરમિયાન પૂરી નિષ્ઠાથી લોકોના કામ કર્યા હતા. મેં જ્યારે ફરી એ વિસ્તારમાં પ્રવાસ કર્યો ત્યારે એ લોકોએ પણ મને આવકાર્યો હતો. આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, તે ભાજપની બી ટીમ છે. આમ આદમી પાર્ટીની ચિંતા રાજકોટમાં જ નહીં પરંતુ આખા ગુજરાતમાં કરવાની જરૂર નથી. તેમના આવવાથી કોંગ્રેસમાં આંતરિક નારાજગી હોવાની વાત અંગે તેમણે નિવેદન આપ્યું હતું કે જો કોઈ કાર્યકરમાં નારાજગી હશે તો તે દૂર કરવામાં આવશે.

રમેશ ટીલાળાએ ઉમેદવારી નોંધાવી
રમેશ ટીલાળાએ ઉમેદવારી નોંધાવી
રાજકોટમાં AAP નેતાએ ઉમેદવારી પત્રક ભરવા ગયા, કાર્યકરોએ ઢોલી પર રૂપિયા ઉડાડ્યા
રાજકોટમાં AAP નેતાએ ઉમેદવારી પત્રક ભરવા ગયા, કાર્યકરોએ ઢોલી પર રૂપિયા ઉડાડ્યા

ભાજપથી પ્રજા કંટાળી ગઈ છે.
આ ઉપરાંત આજે કોંગ્રસના બે ઉમેદવારો હિતેશ વોરા અને સુરેશ બથવારે પણ ઉમેદવારી નોંધાવી હતી.એ વખતે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, ભાજપથી પ્રજા કંટાળી ગઈ છે. અમે ભાજપનો ગઢ તોડીશું. રાજકોટ કોંગ્રેસના બે ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. જેમાં વિધાનસભા 70-માં હિતેશ વોરા અને રાજકોટ ગ્રામ્યમાં સુરેશ બથવારે વિશાળ રેલી સાથે ઉમેદવારી નોધાવવા પહોંચ્યા હતા.

રાજકોટ દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરાએ ઉમેદાવરી પત્રક ભર્યું
રાજકોટ દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરાએ ઉમેદાવરી પત્રક ભર્યું

મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત
આજે વિજય મુહૂર્તમાં ભાજપના ઉમેદવારો ફોર્મ ભર્યા હતા. એ પૂર્વે બહુમાળી ભવને ડોમ ઉભો કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે ઉમેદવારોનો ઉત્સાહ વધારવા માટે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી તેમજ કલ્યાણ મંત્રી મનસુખ માંડવીયા પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ગ્રામીણ સીટોના ઉમેવારોની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોના ફોર્મ ભરવામાં તેમણે હાજરી આપી હતી.

બહુમાળી ભવને ડોમ ઉભો કરવામાં આવ્યો છે
બહુમાળી ભવને ડોમ ઉભો કરવામાં આવ્યો છે

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાના જ નિવેદનને ફોગટ સાબિત કર્યું
નોંધનીય છે કે 5 દિવસ પૂર્વે AAPમાંથી પક્ષ પલટો કરી કોંગ્રેસમાં આવેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એવું નિવેદન આપ્યું હતું કે,'મને ધારાસભ્ય બનવાનો કોઈ મોહ નથી' ત્યારે આજે ફરી તેઓ તેમના જ નિવેદનના ફોગટ ગણી ચૂંટણી લડવા તૈયાર થયા છે. જ્યાં કોંગ્રેસ દ્વારા ઇન્દ્રનીલ રાજ્યગુરુને ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

કોંગી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ફાઈલ તસવીર
કોંગી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ફાઈલ તસવીર

પ્રથમ વખત બે મહિલાને ભાજપે ઉમેદવાર બનાવ્યા
રાજકોટ વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત બે મહિલાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. જોગાનુજોગ બંને કોર્પોરેટર પણ હોય, આગામી સમયમાં જો તેઓ ચૂંટણી જીતી જાય તો કોર્પો.માં પેટા ચૂંટણી આવી શકે એવી શકયતા પણ રાજકીય વર્તુળો વ્યકત કરવા લાગ્યા છે.

કોંગ્રેસના હિતેશ વોરા અને સુરેશ બથવારે વિશાળ રેલી સાથે ઉમેદવારી નોંધી
કોંગ્રેસના હિતેશ વોરા અને સુરેશ બથવારે વિશાળ રેલી સાથે ઉમેદવારી નોંધી

પાર્ટી નવા ચહેરાને તક આપી શકે છે
જોકે પાર્ટી લાંબો સમય બે પદ ચાલુ રાખવાના બદલે નવા ચહેરાને તક આપી શકે. આ વાતો આમ તો વહેલી છે. વિધાનસભાની ચૂંટણી બાદ વોર્ડ નં.15માંથી ગેરલાયક ઠરેલા અને આપમાં ગયેલા બે કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલ ભારાઇની બેઠક ખાલી ગણીને ત્યાં પણ પેટા ચૂંટણી આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...